હાશકારો:હિંમતનગર સિવિલમાંથી ગુમ શખ્સ ભોંયરામાંથી મળ્યો

વિજયનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લિવરની બીમારીના પગલે હોસ્પિટલમાં દાખલ હતો

હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાંથી ગુમ થયેલો વિજયનગર તાલુકાના કોડીયાવાડા નો 43 વર્ષીય શખ્સ મંગળવારે હોસ્પિટલના ભોંયરામાંથી જ મળી આવ્યો હતો. આ અંગે કોડીયાવાડાનાં શિક્ષક મંથનભાઈ જોમાંભાઈ પટેલના જણાવ્યા અનુસાર તેમના પિતરાઈ ભાઈ બાબુભાઈ ધુળાભાઈ પટેલને લીવરની બીમારી હોઈ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચોથા માળના 61માં વોર્ડ એમઆ ભરતી કરવામાં આવ્યા હતા અને તેની પત્ની જ્યોત્સના બહેન સાથે વોર્ડમાં હતો.

જ્યાંથી ગત 10મી જુલાઇની રાત્રે અગિયાર વાગ્યા બાદ પોતાનો અને તેમની પત્નીનો મોબાઈલ સાથે લઈને ક્યાંક ગુમ થઈ જતાં બાબુભાઈના પિતરાઈ ભાઈ મંથનભાઇ પટેલે હિંમતનગર પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી. આ ઘટનામાં ગુમ થયેલ બાબુભાઈ મંગળવારે જ સિવિલ હોસ્પિટલના ભોંયરામાંથી મળી આવતાં પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...