સાબરકાંઠા, અરવલ્લી અને રાજસ્થાનના ભક્તોના શ્રદ્ધા કેન્દ્ર એવા પાલ સંચરાઇ માતાજી મંદિરના ડુંગરથી પડવે વચ્ચે હાથમતી નદી પર નો તૂટેલો પુલ શ્રદ્ધાળુઓ માટે શિરદર્દ બન્યો છે. માતાજીના દર્શનાર્થે આવતાં હજારો શ્રદ્ધાળુઓને વેઠવી પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આ પુલ નું સમારકામ કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.
વિજયનગર તાલુકાના પાલ ચિતરિયાના ડુંગર ઉપર બિરાજમાન મા સંચરાઇ માતાજીનું મંદિર સાબરકાંઠા, અરવલ્લી અને રાજસ્થાનના ભક્તોના શ્રદ્ધા કેન્દ્ર હોવાને લીધે પ્રતિદિન તેમજ રવિવાર અને મંગળવારે માતાજીના દર્શનાર્થે હજારો શ્રદ્ધાળુઓની ભીડ એકઠી થાય છે.જેમાં પાલ ગામના વિજયનગર ભિલોડા હાઇવે થી રાજવી સ્મશાન થઈ માતાજીના મંદિર સુધીનો રસ્તો પણ બિસ્માર છે. જ્યાં પડવે મંદિરથી ડુંગર વચ્ચે પસાર થતી હાથમતી નદી પરનો પુલ ચોમાસામાં તૂટી જવાથી ભક્તો પોતાનું બાઈક કે અન્ય વાહન લઈને ડુંગર ઉપર જવામાં ભારે હાલાકી વેઠવી પડે છે. ત્યારે તંત્ર દ્વારા પુલનું સમારકામ કરવા માંગ ઉઠી છેે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.