હર મહાદેવ:વિજયનગરના બિલડિયાના તપસ્વીની સાધનાના બળે દંતોડમાં પંચમુખી મહાદેવ બિરાજમાન થયા

વિજયનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તપસ્વીને ભગવાન શંકરે સ્વપ્નમાં બતાવેલા સ્થાન પરથી શિવલિંગ મળ્યું હતું

વિજયનગરના બિલડિયામાં આદિવાસી તપસ્વીની સાધનાના બળે દંતોડમાં હાથમતી નદી કાંઠે પંચમુખી મહાદેવનું નિર્માણ થયું હતું. જે મંદિર શિવાલયના પુણ્ય બળે દુનિયામાં દુષ્કાળ અને અતિવૃષ્ટિની સ્થિતિમાં પણ દંતોડમાં કોઈ કુદરતી આફત આવતી ન હોવાનું સ્થાનિક અગ્રણીએ જણાવ્યું હતું.

ગામના આગેવાન હીરાજી પટેલ,ખીમજીભાઈ પટેલ અને જીગર ગામોઠના જણાવ્યા અનુસાર બિલડિયાના ભીખાજી ગોમાજી બલાતે ઈશ્વર સાધના કરવાનું નક્કી કર્યું અને કુંડોલ પાલના જંગલમાં ધૂણી લગાવી તપશ્ચર્યા આદરી જ્યાં એક રાત્રે તેમને સ્વપ્ન આવ્યું કે તું જેની સાધના કરે છે તે તારા ગામ નજીક પસાર થતી હાથમતી નદી કાંઠે ભૂગર્ભ માં બિરાજિત છે. તને જ્યાં પણ પીપળા અને બિલીનું ઝાડ એક સ્થાન પર જોવા મળે ત્યાં ખોદકામ કરજે તને મારો સાક્ષાત્કાર થશે.તપસ્વી ભીખાજીએ સ્વપ્ન આધારે બિલડિયાથી હાથમતી નદી કાંઠેનું સ્થાન શોધવાનું શરૂ કરતાં દંતોડના ઉત્તરે હાથમતી નદી કાંઠે પીપળા અને બિલીના ઝાડ નીચેથી ભગવાન શંકરનું પંચમુખી શિવલિંગ મળતાં ભીખાભાઈ ના કહેવાથી ગામલોકોએ દંતોડમાં ભગવાન શિવજીના મંદિર ની સ્થાપના કરી અને શિવશંકર શર્માજી દ્વારા પૂજન થતું રહ્યું.

પણ આ મંદિરના કાંઠે હાથમતી નદીમાં માછીમારી કરવા આવતા લોકોએ શિવલિંગને ખંડિત કરતા પ્રાચીન શિવલિંગના સ્થાને નવીન શિવલિંગની યજમાન છગનભાઈ અને જયંતીભાઈ કલાલ અને ગ્રામજનોના સહયોગથી શિવાલયનું નિર્માણ કરાયુ હતું. હીરાભાઈ નાં જણાવ્યા અનુસાર આ શિવાલયના પ્રતાપે દુનિયા માં દુષ્કાળ અને અતિવૃષ્ટિ ની સ્થિતિ માં પણ દંતોડમાં કોઈ કુદરતી આફત આવતી નથી.

પુનઃ પ્રાણપ્રતિષ્ઠામાં મહાપ્રસાદ વધતા બાળકોને વિતરણ કરવો પડ્યો હતો.......
દંતોડના અગ્રણી હીરાભાઈ અને રતિભાઈએ જણાવ્યું કે ભગ્ન શિવલિંગને જળસમાધિ આપ્યા બાદ 51 કુંડી મહાયજ્ઞ સાથેના પુનઃ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભગવાનના લાડુનો આવેલા મહેમાનોને ગ્રામજનોના જમ્યા બાદ પણ વધતાં અમો ગામલોકોએ આ મહાપ્રસાદ નું આસપાસની શાળાઓમાં બાળકોને વિતરણ કરવા છતાં પણ ખૂટ્યો ન હતો. જે પંચમુખી મહાદેવની શક્તિનું પ્રમાણ રહ્યું છે.જ્યાં આજે પણ શ્રાવણમાં ભક્તોની ભીડ જામે છે.

અન્ય સમાચારો પણ છે...