વિજયનગરના કંથારિયા, બુસીવડલી વિસ્તારમાં અપૂરતા વીજ પુરવઠાને પગલે પ્રજાએ ભર ઉનાળે ઓછા વીજપુરવઠાને કારણે પરેશાની વેઠવી પડી રહી છે અને આ મામલે વીજ કચેરીમાં અવારનવાર રજૂઆત બાદ પણ કોઈ જ પરિણામ ન મળતાં લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.સાથે જ આ મામલે ગ્રામજનોએ વીજ કંપની ના મેનેજીંગ ડાયરેકટર ને લેખિત રજૂઆત કરી છે.
આ અંગે કંથારિયાના બુસીવડલી વિસ્તારના રહીશ કરોવા દિનેશ કાળુજી,ખરાડી કાવાજી સુરમાજી,અસારી થાવરાજી રત્નાજી,મોડિયા મગનલાલ કલાજીનાં જણાવ્યા અનુસાર કંથારિયા બુસીવડલી વિસ્તારમાં અપૂરતા વીજ પુરવઠાને પગલે પ્રજાએ ભર ઉનાળે ઓછા વીજપુરવઠાને કારણે પરેશાની વેઠવી પડી રહી છે અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને ,ખેતી કરતા ખેડૂતોને અને આમ જનતાને પીવાના પાણી માટે છતાં બોર મોટર થી પાણી મેળવવા માટે ભારે હાલાકી વેઠી રહ્યા છે.
21મી સદીમાં પણ અંધારિયા યુગમાં જીવવા મજબૂર બન્યા છે આ બાબતે અમો ગ્રામજનોએ અનેકવાર વિજયનગર વીજ કંપનીના નાયબ ઇજનેરનું ધ્યાન દોરવા છતાં કોઈજ કાર્યવાહી ન થતાં થાકી હારી અમારી મુશ્કેલીઓથી વાકેફ કરવા વીજ કંપનીના મેનેજીંગ ડાયરેકટરને લેખિત રજૂઆત કરી છે. ત્યારે અમારી આ હાલાકી બાબત ઘટતી કાર્યવાહી કરવા અને નવીન વીજ ડીપી મૂકવા અમારી માંગણી છે.
વીજ લોડની માંગણી કરાઇ નથી: ઇજનેર
આ અંગે વીજ કંપનીના વિજયનગર કચેરીના નાયબ ઇજનેર પરમારે જણાવ્યું કે બુસી વડલી વિસ્તારનાં લોકો દ્વારા વીજ લોડની માંગણી કરાઇ નથી.જે અંગે ગામ લોકો ને જણાવવામાં આવ્યું છે અને વીજ લોડની માંગણી કર્યા બાદ જ આ સમસ્યા હલ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.