મારી નાખવાની ધમકી:ટિંટ્ટારણમાં ગાડી ધીમી હાંકવાનું કહેતાં લોખંડની પાઇપ ફટકારી, પિતા-પુત્ર સહિત 4 વિરુદ્ધ વિજયનગર પોલીસમાં ગુનો

વિજયનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિજયનગરના ટિંટ્ટારણ ગામના શખ્સ પર ગાડી ધીમી હાંકવા બાબતે ઠપકો આપવાની અદાવતમાં લોખંડની પાઇપ, લાકડીઓથી હુમલો કરમાર પિતા પુત્ર મળી ચાર વિરુદ્ધ વિજયનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.

ટિંટ્ટારણ ગામના સોવનસિંહ જોગાસિંહ રાઠોડે અમરસિંહ પ્રતાપસિંહ સિસોદિયાને તેની ગાડી ધીમી હાંકવા બાબતે સોમવારે ઠપકો આપ્યો હતો. જેમાં અમરસિંહે સોવનસિંહ ને થપ્પડ મારી દીધી હતી. જે બાદ સોમવારે સાંજે સાતેક વાગ્યાના સુમારે અમરસિંહ તેનો પુત્ર વિશાલ, વિજય અને વિજયસિંહ નારણસિંહ સિસોદિયા તેમની ઇકો ગાડી નંબર જી.જે.09 બી.સી. 9730 લઈને સોવન સિંહના ઘરે આવ્યા હતા. અને અમરસિંહે સોવન સિંહને અપશબ્દો બોલતા સોવન સિંહે અપશબ્દો બોલવાની ના પાડતાં અમરસિંહે ઉશ્કેરાઈ જઈને પોતાના હાથમાંની લોખંડની પાઇપ સોવન સિંહના માથાના પાછળના ભાગે મારી દીધી હતી.

જ્યારે અમરસિંહના દીકરા વિશાલ અને વિજયે સોવનન સિંહને લાકડીઓ મારી ઈજાઓ પહોંચાડી હતી. જ્યારે વિજયસિંહ નારણસિંહે સોવણન સિંહને ગડદા પાટુનો મારી એકબીજાની મદદગારી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા સોવન સિંહે અમરસિંહ તેના પુત્રો વિશાલ, વિજય અને વિજયસિંહ નારણસિંહ વિરુદ્ધ વિજયનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...