દુર્ઘટના:ચિત્રોડીમાં નદીમાં ન્હાવા પડેલો યુવક તણાતાં મોત

વિજયનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પત્નીએ પતિ અને પુત્રે પિતાની છત્રછાયા ગુમાવી

વિજયનગરના ચિત્રોડીમાં રવિવારે સાંજે ઘર નજીક પસાર થતી હાથમતી નદીમાં ન્હાવા પડેલા 30 વર્ષીય યુવકનું તણાઈ જવાથી મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈએ ચિઠોડા પોલીસને જાણ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.ચિઠોડા પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ચિત્રોડીના પ્રકાશભાઈ નાનજીભાઇ નિનામા રવિવારે તેમના ઘર નજીક પસાર થતી હાથમતી નદીમાં ન્હાવા પડ્યા હતા.

જે દરમ્યાન પાણીના વ્હેણમાં તણાઈ જતા નદી કાંઠે ઉભેલા નરેશ સિંગાજી નિનામાની નજર પડતાં બૂમાબૂમ કરી પ્રકાશભાઈને ડૂબતા બચાવવાની કોશિશ કરવા છતાં તેમનું ડૂબી જવાથી મોત નિપજયું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈ ચંદુભાઇએ ચિઠોડા પોલીસને જાણ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રકાશભાઈના આકસ્મિક મોતથી તેમની પત્નીએ પતિ જ્યારે પુત્રે પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...