હુમલો:વિજયનગરના ચામઠણ ગામમાં પત્ની વિશે બોલતાં કુટુંબી યુવકને ચપ્પુ માર્યુ

વિજયનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવક અને તેનો મામાનો દીકરો વરઘોડામાં ગયા હતા

વિજયનગરમાં લગ્નમાં વરઘોડામાં ગયેલા યુવકને કુટુંબી યુવકે તારી પત્ની ક્યાં છે મારે તેને મારી પત્ની બનાવવી છે તેમ કહી તકરાર કરી પેટના ભાગે ચપ્પુ મારી ગડદાપાટુનો મારમારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતાં ચિઠોડા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.

ચામઠણના વિક્રમભાઈ મોતીલાલ ખરાડી, ગાડી ગામના તેમના મામાના દીકરા સૌરવ ચંદુલાલ નિનામા સાથે ગત 11 મેના રોજ ગામના રાજનભાઇ મોડીયાંના લગ્નમાં વરઘોડા માં ગયા હતા. જ્યાં તેમના કુટુંબીભાઈ પિયુષ ધર્માજી ખરાડી વિક્રમભાઈ પાસે આવીને કહેવા લાગ્યો કે તારી પત્ની ક્યાં છે અને તે કેમ આવી નથી તેમ કહેતા વિક્રમભાઈએ કહેલ કે મારી પત્ની તેના પિયર ગઇ છે. જે બાદ પિયુષભાઈએ વિક્રમભાઈ ને કહેલ કે મારે તારી પત્નીને મારી પત્ની તરીકે રાખવી છે તેમ કહતા પિયુષભાઈએ તેના હાથનું ચપ્પુ વિક્રમભાઈ નાં કમરના ભાગે મારતાં વિક્રમભાઈ એ બૂમાબૂમ કરતાં માણસો પિયુષભાઈ ત્યાંથી જતો રહ્યો હતો અને જતા જતા વિક્રમભાઈને કહેતો ગયો હતો કે આજે તું બચી ગયો છે પણ જે દિવસે તું એકલો મળીશ એ દિવસે હું તને જાન થી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. વિક્રમભાઈએ ચિઠોડા પોલીસ મથકમાં પિયુષ ખરાડી સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...