ફરિયાદ:પત્ની સાથે બોલાચાલીનો ઠપકો આપતાં પતિ પર હુમલો

વિજયનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિજયનગરના કંથારિયામાં 4 વિરુદ્ધ ફરિયાદ
  • ચારેય જણાં લાકડીઓ અને કુહાડી લઇ તૂટી પડ્યા

વિજયનગરના કંથારિયામાં રહેતા શખ્સને તેની પત્ની સાથે બોલાચાલી અંગે ઠપકો આપવા બાબતની તકરારમાં કંથારિયાના ચાર શખ્સોએ કુહાડી અને લાકડીઓ વડે મારતાં વિજયનગર પોલીસમાં ફરિયાદ નોધાઇ હતી.

મૂળ ઉદયપુરના ઝાડોલના અંબાવીના અને હાલ કંથારિયામાં રહેતા શંભુભાઈ સકરાજી કથોડીની પત્ની સોમાલીબેન સાથે કંથારિયાના મનીષભાઈ શંભુભાઈ કારોવાએ બોલાચાલી કરી અપશબ્દો બોલતા શંભુભાઈએ મનીષને ઠપકો આપ્યો હતો.

જે બાબત ની અદાવત રાખી મનીષ કરોવાએ ગુરુવારે સાંજે સાતેક વાગ્યાના સુમારે શંભુભાઈ સાથે તકરાર કરી હતી અને શંભુભાઈના માથામાં કુહાડી મારી હતી ્યારે કિશન કાંતિલાલ કારોવાએ શંભુભાઈને લાકડીઓ વડે માર માર્યો હતો.નરેશ કુનાજી અસારી ,અજય પ્રકાશભાઈ કરોવાએ મનીષ કરોવાનું ઉપરાણું લઈને શંભુભાઈને મારમાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...