વિજયનગરમાં હોલિકા પર્વ ગામની સ્થાપના કાળથી જ સામાજિક સમરસતાનું પ્રતિક રહ્યું છે. જેમાં મહુવાના ખેતરા ભટેલાનાં આદિવાસી અને ગરાસીયા સમાજ દ્વારા ગામના ઘરે ઘરેથી હોલિકા દહન માટે લાકડા એકઠા કરે છે અને રાત્રે વાઘળિયા વડલામાં રાજપરિવાર દ્વારા હોલિકા પૂજન બાદ ગરાસિયા સમાજ દ્વારા હોલિકા દહનની પરંપરા આજે પણ નિભાવાય છે.
રંગોત્સવ અને સત્ય ના અસત્ય પર ધર્મના અધર્મ પરના વિજય પર્વ હોળી સમગ્ર દેશમાં આગવું મહત્વ અને માહાત્મ્ય ધરાવે છે.જેમાં સાબરકાંઠાના અંતરિયાળ આદિવાસી વિસ્તારના રાજસ્થાનની સીમા પર આવેલા અને ખડક ચોખલાનાં એક ભાગ એવા વિજયનગરમાં દિવાળીથી વિશેષ મહત્વ હોળીનું રહ્યું છે.જેમાં હોલિકા પર્વ ગામની સ્થાપના કાળથી જ સામાજિક સમરસતાનું પ્રતિક રહ્યું છે.
જેમાં મહુવાના ખેતરા ,ભટેલા ગામના આદિવાસી અને ગરાસીયા સમાજ દ્વારા હોળીના દિવસે વિજયનગરના ઘરે ઘરે થી હોલિકા દહન માટે લાકડા છાણા એકઠા કરે છે અને રાત્રે ગરાસિયા આગેવાનો યુવાનો ઢોલ કુંડી લઈ રાજ્ય પરિવારને વાઘળિયા વડલા ખાતે હોળી ચોકમાં હોળી પૂજન માટે લેવા જાય છે. જ્યાં હોળી ચોક ખાતે વિજયનગર રાજપરિવાર દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર હોલિકા પૂજન કરાય છે. જે બાદ ગરાસિયા સમાજ દ્વારા હોલિકા દહન કરાય છે. પ્રાચીનકાળથી ચાલી આવતી સમરસતાની આ શ્રેષ્ઠ પરંપરા આજે પણ નિભાવવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.