સમસ્યા:વિજયનગરના દઢવાવ-મોવાતપુરા- આમોદરા વચ્ચે કોઝવે ની જગ્યાએ બ્રિજ બનાવવા માંગ

વિજયનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસામાં પૂરની સ્થિતિમાં વાહનવ્યવહાર અને અવરજવર બંધ થઈ જાય છે

વિજયનગરના દઢવાવથી મોવતપુરા આમોદરાને જોડતા રસ્તા પર હાથમતી નદીમાં ભારે પૂરની સ્થિતિમાં વાહનવ્યવહાર, અવરજવર બંધ થઈ જાય છે. જે કોઝવેની બિસમાર હાલત નાં કારણે લોકોએ હેરાનગતિ વેઠવી પડતી હોઈ કોઝવે ની જગ્યાએ બ્રિજ બનાવવા સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.પાલના પૂર્વ સરપંચ નલીનભાઈ કલાસ્વા, મુકેશ પાંડવ,કાળુભાઇ નીનામાના જણાવ્યા અનુસાર મોવતપુરા આમોદરાને દઢવાવથી જોડતા રસ્તા વચ્ચે પસાર થતી હાથમતી નદી પરનાં કોઝવેની બિસમાર હાલતના કારણે લોકોએ હેરાનગતિ વેઠવી પડી રહી છે.

સાથે જ ચોમાસામાં હાથમતી નદીમાં ભારે પૂરની સ્થિતિમાં વાહનવ્યવહાર, અવરજવર બંધ થઈ જાય છે. જેને કારણે અમારા ગામના વિદ્યાર્થીઓએ કોલેજ, આઈટીઆઈ, હાઈસ્કૂલમાં વધુ અભ્યાસ અર્થે જવામાં તથા દર્દીઓને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં પણ હેરાન થવું પડી રહ્યું હોઈ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કોઝવે નાં સ્થાને બ્રિજ બનાવવા માંગણી છે. આ અંગે માર્ગ અને મકાન પંચાયત શાખાના નાયબ ઇજનેર એસ.એમ.પટેલે જણાવ્યું કે મને આ બાબતે રજૂઆત મળ્યેથી દરખાસ્ત કરાશે.

અન્ય સમાચારો પણ છે...