પોલીસ ફરિયાદ:વિજયનગરના વણજ ગામે પત્નીનું મોત થતાં પતિ સામે દુષ્પ્રેરણનો ગુનો

વિજયનગરએક દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતિના આડાસંબંધોને લઇ કેરોસીન છાંટ્યુ હતું

વિજયનગરના વણજમાં શરીરે કેરોસીન છાંટી સળગી પરિણીતાનું મોત થતાં મૃતકના પિતાએ જમાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. ચિતરિયાના રમણભાઈ કાવજી ઘોઘરાની દીકરી જીનલના લગ્ન ગત વર્ષે વણજના બાદલ રાજેન્દ્રભાઈ ડામોર સાથે થયા હતા.

જેમાં બાદલના અન્ય યુવતી સાથે સંબંધ બાબતે વિવાદ થયો હતો. જેમાં રમણભાઈના જમાઈ બાદલે જીનલને તારે જે કરવું હોય તે કરી લે હું વાત કરીશ તેમ કહી તકરાર કરી આપમાનિત કરતાં જીનલને લાગી આવતાં પોતાના શરીરે કેરોસીન છાંટી દીવાસળી ચાંપતાં જીનલે શરીરે દાઝી જતાં મોત નિપજ્યું હતું.

આ બનાવ અંગે રમણભાઈએ પોતાની દીકરી જીનલે પતિના ત્રાસથી અને તેની દુષ્પ્રેરણથી જ મોત નિપજ્યું હોવા બાબતે શુક્રવારે સાંજે જમાઈ બાદલ રાજેન્દ્રભાઈ ડામોર વિરુદ્ધ વિજયનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...