મુસાફરોને હાલાકી:ઈડર ડેપોની હિંમતનગર ખોખરા એસટી ખોટકાતાં મુસાફરો રઝળ્યાં

વિજયનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરથી સીધા ખોખરા જનાર મુસાફરોને હાલાકી

હિંમતનગરથી બપોરે સવા ત્રણ વાગ્યે ખોખરા જતી બસ મંગળવારે ખોટકાતાં હિંમતનગર થી સીધા ખોખરા જનાર મુસાફરો એ હાલાકી વેઠવી પડી હતી. આ અંગે વણધોલના રવિકુમાર સોલંકીના જણાવ્યા અનુસાર ડેપો વિહોણા વિજયનગર તાલુકાના રૂટો માટે ભંગાર બસો ફાળવતા અને અવારનવાર બસો ખોટકાતા મુસાફરી હેરાન થવું પડી રહ્યું છે.

ત્યારે મંગળવારે હિંમતનગરથી દરરોજ બપોરે સવા ત્રણ વાગ્યેખોખરા જતી બસ નિયત સમયે બસ સ્ટેશન પર ન આવતા મુસાફરોએ ઈડર ડેપો નો સંપર્ક સાધતા આ બસ બગાડી હોઈ તેને હિંમતનગરના વર્કશોપ માં રીપેરીંગ માટે મૂકવામાં આવી છે.

જેને લીધે હિંમતનગર થી સીધા નાળશેરી, ચંદ્વાસા સરસવ ખોખરા જનાર મુસાફરો એ સીધી બસ ખોટકાતાં અટવાઈ પડ્યા હતા.આમ એસ.ટી તંત્ર દ્વારા જાણી જોઈને વિજયનગર માટે ની લગભગ બસ ફાળવાતી હોય તેવું સિદ્ધ થતું જોવા મળ્યું હતું. જેને લીધે મુસાફરો માં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...