વિજયનગર તાલુકાના ચંદવાસા ગામના અને રાજકોટમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી શિક્ષિકાનું હૃદયરોગના હુમલાથી નિધન થતાં ગામમાં શોકની કલિમા છવાઇ છે. શિક્ષિકાને અકસ્માતમાં પગમાં ઇજા થતાં સારવાર માટે વિજયનગર લવાયા હતા. જ્યાં હાર્ટએટેક આવતાં સારવાર માટે ઇડર લઇ જવાતાં મોત થતાં તબીબે પોલીસને જાણ કરી હતી.
ચંદવાસા ગામના અને રાજકોટ ખાતે શિક્ષિકા તરીકે ફરજ બજાવતા શારદાબેન કાવજી ભાઈ ડામોરને થોડા દિવસ અગાઉ અકસ્માતમાં પગે ઈજાઓ થતાં સારવાર માટે વિજયનગર લાવવામાં આવ્યા હતા જ્યાં તેમને હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે ઈડર લઈ જવાયા હતા. જેઓનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ડૉ દક્ષેશભાઈ પટેલે વિજયનગર પોલીસમાંં જાણ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.