આક્રોશ:વિજયનગરની ચંદવાસા પ્રા. શાળાના ઓરડા તોડી નવા ન બનાવતાં આક્રોશ

વિજયનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનોનું વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગણી સાથે ટીડીઓને આવેદન

વિજયનગરની ચંદવાસામાં તંત્ર દ્વારા પ્રાથમિક શાળાના નવીન ઓરડાઓ બનાવવા વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના જર્જરિત ઓરડાઓ તોડી પાડતાં વિદ્યાર્થીઓને પડતી હાલાકી ને ધ્યાને લઇ લોકોએ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ઓરડાઓની મંજૂરી આપી કામગીરી હાથ ધરવાની માંગણી સાથે વિજયનગર ટીડીઓને આવેદન આપ્યું હતું.

સાબરકાંઠા જિલ્લા અસંગઠિત કામદાર કોંગ્રેસના પ્રમુખ અને ચંદવાસાના અગ્રણી આનંદભાઈ ડામોરના જણાવ્યા અનુસાર ચંદવાસા પ્રાથમિક શાળામાં વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના ઓરડાઓ તોડી નાખતાં ગંભીર સમસ્યા ઉભી થઈ છે.

ચંદવાસાના અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સદસ્ય અશ્વિનભાઇ ડામોર,પૂર્વ જિલ્લા સદસ્ય રાજુભાઈ ડોન, સરપંચ સમંદરભાઈ ચોળવિયા,માજી સરપંચ અને એસએમસી અધ્યક્ષ રત્નાજી ડામોર હોદ્દેદારોના તમામ વોર્ડના સભ્યો તથા ગામના વડીલો બહેનના હાજરીમાં બેઠક યોજી પ્રાથમિક શાળાના નવીન ઓરડાઓની તાત્કાલિક મંજૂરી આપવાની માંગણી સાથે પંચાયત માં ઠરાવ કરાયો હતો અને ટીડીઓને આવેદન અપાયું હતું. ઉદયપુર ખોખરા પાલનપુર કંડલા નેશનલ હાઇવેમાં ચંદવાસા પ્રાથમિક શાળા ની જમીન કપાતમાં જાય તેવી સ્થિતિ સર્જાઈ છે.જે અંગે તંત્ર દ્વારા અવારનવાર ગ્રામ પંચાયત શાળા સંચાલન સમિતિને જમીન ફાળવવા કહેવાયુ હોવા છતાં કોઈ યોગ્ય કાર્યવાહી ન કરતાં આ પ્રશ્ન ગૂંચવાયો છે.

અન્ય સમાચારો પણ છે...