અકસ્માત:વિજયનગરના દંતોડમાં ડેપો નજીક ટ્રેક્ટરની ટક્કરે બાઈકચાલકનું મોત

વિજયનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇડરની ભાટિયા મિલ વિસ્તારમાં રહેતા બાઇકચાલકનું મોત નિપજાવી અજાણ્યો ટ્રેક્ટર ચાલક ફરાર થઇ ગયો

વિજયનગરના દંતોડ બસ સ્ટેશન પર બુધવાર બપોરે ટ્રેક્ટરની ટક્કરે ઈડરના બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક ટ્રે્ક્ટર લઈ ભાગી ગયો હતો. ઈડરની ભાટિયા મિલ વિસ્તારમાં રહેતા પનાભાઈ ઘેમાભાઈ વણઝારા બુધવારે પોતાના કામ અર્થે બાઈક નંબર જી.જે-09-બી.ડી-0459 લઈને તાલુકાના કોડિયાવાડામાં આવ્યા હતા.જ્યાંથી તેઓ બપોરે પરત ઘરે ફરતા હતા.

તે સમયે દાંતોડ બસ સ્ટેશન પાસે અજાણ્યા ટ્રેક્ટરના ચાલકે પનાભાઇના બાઈકને ટક્કર મારતાં પનાભાઈના માથા અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ ચિઠોડા પોલીસને થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનું પંચનામુ કરી પોસ્ટમોર્ટમ માટે ચોરીમાલા સીએચસીમાં ખસેડી હતી. મૃતકના ભાઈ વિજયભાઈએ ચિઠોડા પોલીસ મથકમાં ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...