જાહેરનામું:પોળો સહિત વિજયનગર તાલુકાના જંગલોમાં રીંછની ગણતરી કરાશે

વિજયનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 13 મી જૂન થી 15 મી જૂનથી ગણતરી શરૂ કરાશે
  • ​​​​​​​રીંછની ગણતરીને લઇ પ્રવાસીઓના પ્રતિબંધ અંગે સાબરકાંઠા જિલ્લ કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું

સાબરકાંઠાના એકમાત્ર રક્ષિત અને આરક્ષિત જંગલ વિસ્તાર માં વસવાટ કરતા વન્ય પ્રાણીઓ જેવા કે રીંછ,દીપડા,ઝરખ ની વસ્તી ગણતરી વિભાગ દ્વારા હાથ ધરાતી હોય છે. જે અંતર્ગત આગામી 13મી જૂન થી 15 મી જૂન દરમ્યાન વિજયનગરના પોળો સહિત જંગલમાં રીંછ ની વસ્તી ગણતરી હાથ ધરાશે. જે અંતર્ગત જિલ્લા કલેક્ટર સાબરકાંઠા દ્વારા જાહેરનામુ બહાર પાડી પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

રાજ્યમાં વન્ય પ્રાણીઓના સંવર્ધન અને સંરક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી ના ફળસ્વરૂપે વન્ય પ્રાણી ઓની વસ્તીમાં સતત વૃદ્ધિ થઈ રહી છે.જેમાં વન્ય પ્રાણીઓ ના સુચારુ વ્યવસ્થાપન માટે સમયાંતરે વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓની વસ્તીનો અંદાજ મેળવવા માટે સમગ્ર રાજ્યમાં વર્ષ 2016 માં રીંછ ની વસ્તીનો અંદાજ મેળવવામાં આવ્યો હતો.જેને આ વર્ષે છ વર્ષ પૂર્ણ થતાં હોઈ રીંછ વન્ય પ્રાણીની રાજ્યવ્યાપી વસ્તીનો અંદાજો મેળવવા માટે આગામી 13મી જૂન થી 15 મી જૂન દરમ્યાન વિજયનગર ના પોળો સહિત જંગલ માં રીંછ ની વસ્તી ગણતરી હાથ ધરાશે.જે અંતર્ગત જિલ્લા કલેક્ટર સાબરકાંઠા દ્વારા જાહેરનામુ બહાર પાડી પ્રવાસીઓ ના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...