હાલાકી:અમદાવાદ-વિજયનગર ખોખરા બસ બંધ કરતાં મુસાફરોમાં રોષ

વિજયનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગર એસટી ડેપોના નિર્ણયથી લોકોને ભારે હેરાનગતિ
  • વર્ષો જૂની બસ પુનઃ શરૂ નહીં કરાય તો આંદોલન ની ચીમકી

હિંમતનગર એસટી ડેપો દ્વારા અમદાવાદ ઈડર વિજયનગર ખોખરા બસ બંધ કરતાં મુસાફરોએ પરેશાની વેઠવી પડી રહી છે. ત્યારે વર્ષો જૂની બસ સેવા પુનઃ શરૂ નહીં કરાય તો લોકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ અને એસ ટી ડેપો વિહોણા વિજયનગર તાલુકાની પ્રજાને આજે પણ અન્ય ડેપો સંચાલિત બસ સેવાઓ પર નિર્ભર રહેવું પડી રહ્યુ છે.

ત્યારે હિંમતનગર ડેપો દ્વારા સાંજે સાડા ત્રણ વાગ્યે અમદાવાદથી ઉપડી ઈડર વિજયનગર થઈ ખોખરા રાત્રિ રોકાણ કરતી બસ બંધ કરવામાં આવતાં મુસાફરોએ પરેશાની વેઠવી પડી રહી છે. ત્યારે વર્ષો જૂની બસ સેવા પુનઃ શરૂ નહીં કરાય તો લોકોએ ના છૂટકે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

હિંમતનગર ડેપોનો લૂલો બચાવ: ડ્રાયવર-કંડક્ટર રિટાર્યડ થતા બસ બંધ કરી દીધી
આ અંગે હિંમતનગર ડેપોના સૂત્રોના જણાવ્યા અનુસાર ગત મહિને ડ્રાયવર અને કંડક્ટર સેવા નિવૃત્ત થતા આ બસ સેવા બંધ કરાઇ હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...