એક વર્ષ અગાઉ ગુમ થયેલા વિજયનગરના ગોડવાડાના યુવકના અસ્થી ગામમાં સ્મશાન નજીકથી મળતા અસ્થીને એફએસએલમાં મોકલતા અસ્થી ગોડવાડાના યુવકના હોવાનું બહાર આવ્યુ હતું. મૃતકના તાજેતરમાં આવેલા એફએસએલમાં રિપોર્ટમાં સાબિત થતાં મૃતકના પિતાએ રવિવારે વિજયનગર પોલીસ મથકમાં અકસ્માતે મોત અંગેની જાણ કરી હતી.
ગોડવાડાનો 20 વર્ષીય જીજ્ઞેશભાઈ શૈલેષભાઈ ખરાડી ગત 25મી જૂન 2021 નાં રોજ ગુમ થતા તેના પિતા શૈલેષભાઈ લાલજીભાઈ ખરાડીએ વિજયનગર પોલીસને લેખિત જાણ કરી હતી .ત્યાર બાદ 16 જુલાઇના રોજ ગોડવાડા સ્મશાન નજીકની મળેલા અશ્થી (હાડકા) ગુમ જીગ્નેશના હોવા અંગે મૃતકના પરિવારે વિજયનગર પોલીસને જાણ કરી અસ્થીને પોલીસે તપાસ અર્થે અમદાવાદ એફએસએલમાં રિપોર્ટ અર્થે મોકલ્યા હતા.
વિજયનગર પી. એસ.આઈ.લલિતસિંહ રાણાએ જણાવ્યું કે જીજ્ઞેશના અસ્થી અંગેના FSL રિપોર્ટ આવતા આ રિપોર્ટ આધારે અસ્થી ગુમ થનારા જીજ્ઞેશના જ હોવા અંગે તબીબોના અભિપ્રાય તથા તેના મૃત્યુ અંગેની હકીકત નિષ્ણાંત તબીબો પાસેથી જાણ્યા બાદ જીગ્નેશના પિતાની અકસ્માતે મોત અંગેની અરજી આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.