અકસ્માત:વિજયનગરના કોડીયાવાડામાં યુવકનું કારની ટક્કરે મોત થયું

વિજયનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવક વિજયનગરથી ભિલોડા તરફ જતો હતો
  • અજાણ્યા કારચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

વિજયનગરના કોડીયાવાડામાં રસ્તા પરથી ચાલતા જતાં યુવાનને અજાણ્યા કાર ચાલકે ટક્કર મારતાં તેનું મોત નિપજ્યું હતું. આ અંગે વિજયનગર પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી હતી.

કોડિયાવાડાના હિતેષભાઈ રમેશભાઈ પટેલ રવિવારે સાંજે સાડા સાત વાગ્યાના સુમારે વિજયનગરથી ભિલોડા તરફ જતા રસ્તા પરથી પસાર થતા હતા. તે સમયે અજાણ્યા કાર ચાલકે પોતાની કારથી હિતેષભાઈને પાછળથી ટક્કર મારતાં હિતેષભાઈ જમીન પર પટકાતા હિતેષભાઈના શરીરે અને માથા પર ગંભીર ઈજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે વિજયનગર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં હાજર તબીબે હિતેષભાઈનું મોત નિપજ્યું હોવાનું જણાવતા હિતેષભાઈના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

આ બનાવ અંગે દલાભાઈ નાથાભાઈ પટેલે ચિઠોડા પોલીસ મથકમાં અજાણ્યા કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...