અકસ્માત:કઠવાવાડી નજીક બાઇક-કાર અથડાતાં હિંમતનગરના લોલાસણના યુવકનું મોત

વિજયનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘાયલ અન્ય યુવકને વધુ સારવાર માટે હિંમતનગર ખસેડાયો

વિજયનગરના કઠવાવાડી નજીક મંગળવારે સાડાચાર પાંચ વાગ્યા દરમ્યાન બાઇક કાર વચ્ચે સર્જાયેલા અકસ્માત માં હિંમતનગર નાં લોલાસણ ગામ નાં બાઈક સવાર બે યુવકો ગંભીર રીતે ઈજા પામતા એક યુવક નું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.જ્યારે ઘાયલ અન્ય યુવકને વધુ સારવાર માટે હિંમતનગર ખસેડવામાં આવ્યો હતો.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વિજયનગર તાલુકાના કઠવાવાડી નજીક બાઇક નં.જી.જે-01-સી.ડી-2025 અને કાર નં. જી.જે-09-સી.બી-9163 વચ્ચે સર્જાયેલા અકસ્માત માં બાઈક સવાર બે યુવકો ગંભીર રીતે ઈજા પામતા એક યુવક નું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.જ્યારે ઘાયલ અન્ય યુવકને વધુ સારવાર માટે પ્રથમ ચોરીવાડ હોસ્પિટલ માં લઈ જવામાં આવ્યો હતો.

જેને તબીબ ક્રિષ્ના બેને ગંભીર ઈજાઓ નાં કારણે વધુ સારવાર માટે હિંમતનગર લઇ જવા જણાવતા હિંમતનગર ખસેડવામાં આવ્યો હતો. જેમાં મૃતક અને ઘાયલ અંગે ચોરીવાડ હોસ્પિટલ નાં તબીબ ક્રિષ્ના બેન નો સંપર્ક સાધતા અકસ્માત માં મોત ને ભેટેલો યુવક હિંમતનગર તાલુકાના લોલાસણ ગામનો વિજયસિંહ બળવંતસિંહ પરમાર અને ઘાયલ યુવક નું નામ યુવરાજ સિંહ હોવાનું જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...