શોધખોળ હાથ ધરાઈ:વિજયનગરના કોડીયાવાડાનો યુવક હિંમતનગર સિવિલમાંથી રાત્રે ગુમ

વિજયનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લિવરની બિમારી હોઇ યુવકને દાખલ કરાયો હતો
  • યુવક તેની પત્નીનો મોબાઇલ પણ લઇ ગયો

વિજયનગરના કોડીયાવાડાનો 43 વર્ષીય શખ્સ ગત 10 મી જુલાઇની રાત્રે હિંમતનગર સિવિલમાંથી ગુમ થતા પોલીસને જાણ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે કોડીયાવાડાના શિક્ષક મંથનભાઈ જોમાભાઈ પટેલે પોલીસને કરેલ જાણ અનુસાર તેમના પિતરાઈ ભાઈ બાબુભાઈ ધુળાભાઈ પટેલને લિવરની બીમારી હોઈ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચોથા માળના 61માં વોર્ડમાં ભરતી કરાયા હતા.

જેઓના પત્ની જ્યોત્સના બહેન તેમની સાથે જ હતા. દરમ્યાન ગત 10મી જુલાઇની રાત્રે અગિયાર વાગ્યા બાદ બાબુભાઈ પોતાનો અને તેમની પત્નીનો મોબાઈલ સાથે લઈને ક્યાંક ગુમ થઈ જતાં તેમના પત્ની જ્યોત્સનાબેન અને પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી.પરંતુ બાબુભાઈ નો ક્યાંય પત્તો નાં લાગતાં બાબુભાઈના પિતરાઈભાઈ મંથનભાઇ પટેલે હિંમતનગર પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસે બાબુભાઈના ગુમ થવા અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...