કાર્યવાહી:ચિઠોડા પોલીસમાં અપહરણના ગુનામાં ફરાર યુવક- યુવતી ઝબ્બે

વિજયનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિજયનગર પોલીસ PMના બંદોબસ્તમાંથી પરત આવતી હતી
  • વિજયનગર પોલીસે ભિલોડામાંથી દબોચી લીધા

વિજયનગરના ચિઠોડા પોલીસ મથકમાં અપહરણના ગુનામાં ફરાર યુવક યુવતી ને વડાપ્રધાનના કાર્યક્રમમાંથી પરત ફરી રહેલી પોલીસે બાતમી આધારે ભિલોડાથી ધરપકડ કરી હતી.આ અંગે ચિઠોડા પોલીસ મથકના રમેશભાઈ સોલંકીના જણાવ્યા અનુસાર ચિઠોડા પી. એસ.આઈ.એમ.એચ. પરાડિયા તથા સ્ટાફ હિંમતનગરમાં યોજાયેલા વડાપ્રધાનના કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા.

ત્યારે બાતમી મળી હતી કે ચિઠોડા પોલીસ મથકના ગુના રજી. નં.722004-2022ના ગુનામાં રાકેશ ફૂલાજી યુવતીને અપહરણ કરીને ઉઠાવી ગયો હતો. તે બંને ભિલોડાના બજારમાં આવેલા છે. જે આધારે પોલીસ કોન્સ્ટેબલ સંજય કડવાજી, કોન્સ્ટેબલ પુષ્પાબેન સાથે ભિલોડા બજારમાં તપાસ કરતા મિત્તલ બજારમાંથી મળી આવી હતી. જેને ઝડપી લઈ રાકેશ ફૂલાજી અંગે પૂછતાં તે બસ સ્ટેશન તરફ ગયો હોવાનું જણાવતા પોલીસે બસ સ્ટેશન નજીક થી રાકેશ ફૂલાજીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...