આત્મહત્યાનો પ્રયાસ:વરસાદમાં બહાર ન નીકળવા જેવી સામાન્ય બાબતમાં વિજયનગરના વણજ ગામની મહિલાએ શરીરે કેરોસીન છાંટ્યું

વિજયનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પત્નીને બચાવવા જતાં પતિ પણ દાઝ્યો, બંને સારવારમાં

વિજયનગરના વણજમાં રવિવારે વરસાદમાં ઘરમાંથી બહાર નીકળવાની સામાન્ય બાબતમાં મહિલાએ શરીરે કેરોસીન છાંટતાં જેને બચાવવા તેનો પતિ જતાં બંને દાઝી જતાં સારવાર માટે હિંમતનગર ખસેડાયા હતા. વિજયનગર પીઆઇ. એસ.ઓ.ઈશ્વરભાઈના જણાવ્યા અનુસાર વણજના જીનલબેન અને તેમના પતિ બાદલ રાજેન્દ્રભાઈ ડામોરનાં લગ્ન ને એકાદ વર્ષ થયું છે.

જેમાં રવિવારે જીનલબેન અને બાદલભાઈ વચ્ચે વરસાદમાં ઘરમાંથી બહાર જવા બાબતે સામાન્ય વિવાદ થતાં જીનલબેને પોતાના શરીરે કેરોસીન છાંટી દીવાસળી ચાંપતાં શરીરે આગ લાગતાં તેના પતિ બાદલભાઇ બચાવવા જતાં બાદલભાઈ અને જીનલ શરીરે દાઝી જતાં બંનેને સારવાર માટે વિજયનગર રેફરલ હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ તબીબે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે હિંમતનગર સિવિલમાં ખસેડાયા હતા. આ અંગે વિજયનગર પોલીસ મથકમાં જાણવા જોગ જાણ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...