સમાજનું યુવાધન સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થાય તેવી ઈચ્છા સાથે વિજયનગરના બાલેટાના શિક્ષકે સ્વખર્ચે અને સગા સ્નેહીઓના સહકારથી પોતાના ગામમાં પુસ્તકાલયનો શુભારંભ કરાવી સમાજ પ્રત્યેની સદભાવના સેવા ભાવનાનો પરિચય કરાવ્યો હતો.જેમાં રવિવારે નાયબ કલેક્ટર મધ્યાહન ભોજન તેમજ સમાજના અગ્રણી સમાજસેવીઓ અધિકારીઓની ઉપસ્થિતિમાં પુસ્તકાલયનું ઉદઘાટન કરાયું હતું. બાલેટાના સુનિલભાઈ કાનજીભાઈ ગામેતી પાટણ જિલ્લાના બાલિસણાની માધ્યમિક શાળા માં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.
જેમના પત્ની પણ પ્રાથમિક શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. જેઓએ પોતાના શિક્ષકના વ્યવસાય દરમ્યાન ભિલોડામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા આદિવાસી સમાજના યુવાન યુવતીઓને નિ:શુલ્ક તાલીમ આપવાનો નિર્ધાર કર્યો હતો.
જેમાં વિદ્યાર્થીઓ માટે જરૂરી સાહિત્ય પૂરું પાડવાના શુભાશય સાથે પોતાના ગામના અને આસપાસના વિસ્તારના યુવાધનને સ્પર્ધાઓ પરીક્ષાઓમાં મદદરૂપ થવાના આશય સાથે રવિવારે બાલેટામાં નાયબ કલેક્ટર મધ્યાહન ભોજન ડો.ઉષાબેન સુભાષભાઈ ગામેતી, મણીનગર સરકારી કોલેજના પ્રોફેસર ડો.જે.ડી.ખરાડી, નર્મદા નિગમના ચીફ ઈજનેર એન.વી.કોટવાલ, નિવૃત્ત બેંક ઓફિસર પ્રભુદાસ જોષિયારા, જીઆઈઆઈસીના નિવૃત્ત એકાઉન્ટ ઓફિસર મુખી દિતાજી ખતાત, સરપંચ અલ્ખાજી ગામેતી તેમજ સમાજના અગ્રણી સમાજસેવીઓ અધિકારીઓની ઉપસ્થિતિમાંઆ પુસ્તકાલયનું ઉદઘાટન કરાયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ સુનિલભાઈ ગામેતીની સમાજના યુવાનો પ્રત્યેની ઉદ્દાત સેવાભાવનાને બિરદાવી હતી.
અને સુનિલભાઈ દ્વારા આરંભાયેલા આ સેવાયજ્ઞમાં મદદરૂપ થવાનો સધિયારો પણ આપ્યો હતો. કાર્યક્રમનું સંચાલન શાસ્ત્રી હેમંતભાઈ વ્યાસ દ્વારા કરાયુ હતું. આ પ્રસંગે મહેમાનો દ્વારા વિવિધ સ્પર્ધાત્મક અને સમાજપયોગી પુસ્તકોનું વિમોચન કરાયુ હતું.
ફ્રી તાલીમનો નિર્ધાર
શિક્ષકના વ્યવસાય દરમ્યાન ભિલોડામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા આદિવાસી સમાજના યુવાન યુવતીઓને નિ:શુલ્ક તાલીમ આપવાનો નિર્ધાર કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.