આત્મહત્યા:વિજયનગરના મતાલીની સીમમાં પરિણીતાએ અને આંતરસુંબામાં સગીરે ઘરમાં ફાંસો ખાધો

વિજયનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંને કેસમાં મૃતકોએ પોતાના ઘરેથી નીકળી જઇ મોતને વ્હાલું કર્યું

રાજસ્થાનના ઘાંટીયાની પરિણીતાએ અને વિજયનગરના મતાલીની સીમમાં જ્યારે આતરસુંબાના સગીરે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતાં પોલીસે બંને લાશોનું પોસ્ટમોર્ટમ બાદ તેમના સગા વ્હાલાઓને સોંપી દીધી હતી. સમગ્ર ઘટના અંગે પરિણીતાના પતિએ અને સગીરના પિતાએ વિજયનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

વિજયનગર પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઉદયપુરના ઝાડોલના ઘાંટીયાની 22 વર્ષીય જશોદાબેન સતિષભાઈ કોટેડ ગુરુવારે બપોરે ત્રણેક વાગ્યા પૂર્વે પોતાના ઘરે થી નીકળી જઈ વિજયનગરના મતાલીની સીમમાં ઝાડ સાથે સાડી વડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.જે અંગેની જાણ તેના પતિ સતિષભાઈને થતાં તેણે આ બનાવ અંગે વિજયનગર પોલીસને જાણ કરતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી પંચનામું કરી લાશને પોસ્ટમોર્ટમ માટે ચોરીવાડ હોસ્પિટલમાં ખસેડી હતી.

અન્ય એક બનાવમાં આતરસુંબા મગનભાઈ વિરજીભાઈ અસારીના 17 વર્ષીય પુત્ર શાહીન અસારીએ ગુરુવારે બપોરે દોઢ વાગ્યાના સુમારે પોતાના ઘરે થી નીકળી જઈ પોતાના ખેતરના શેઢે આવેલા જૂના ઘરે માલડા સાથે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.

આ બનાવ અંગે મૃતકના પિતા મગનભાઈ અસારી એ વિજયનગર પોલીસને જાણ કરતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી પંચનામું કરી લાશને પોસ્ટમોર્ટમ માટે વિજયનગર રેફરલ હોસ્પિટલમાં ખસેડી હતી.ઘાંટીયાના સતિષભાઈ કોટેડ અને આતરસુંબાના મગનભાઈ અસારીની જાણ અનુસાર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...