કાર્યવાહી:વિજયનગરના કંથારિયામાંથી દેશી બંદૂક સાથે શખ્સ ઝડપાયો

વિજયનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિજયનગર પોલીસની બાતમી આધારે રેડ

વિજયનગર પોલીસે બુધવાર સાંજે કંથારિયામાં શખ્સના રહેણાંક મકાનમાંથી લાયસન્સ વગરની દેશી બનાવટની ફૂલ્લીદાર સિંગલ બેરલ બંદૂક સાથે શખ્સને ઝડપી લઇ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. બુધવારે સાંજે સાતેક વાગ્યાના સુમારે પોલીસ સ્ટાફ ખોખરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો.

તે સમયે રાહે બાતમી મળી હતી કે કંથારિયાના બાબુભાઈ સકરાજી કરોવાએ તેના રહેણાંક મકાનમાં ગેરકાયદે દેશી બનાવટની ફૂલ્લીદાર સિંગલ બેરલ બંદૂક રાખેલ છે.જે બાતમીના આધારે પોલીસે બાબુભાઈ સકરાજી કરોવાના મકાનમાં રેડ કરી દેશી બનાવટની બંદૂક જપ્ત કરી બાબુભાઈ કરોવાને બંદૂક અંગે પૂછપરછ કરતાં તેણે યોગ્ય જવાબ ન આપતાં પોલીસે બાબુભાઈ સામે ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...