વિજયનગરની ધોલવાણી રેન્જ કચેરીમાં વિનામૂલ્યે વાંસ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધોલવાણી રેન્જ કચેરીના સેન્ટ્રલ ડેપોમાં એકત્રિત કરાયેલ 68હજાર જેટલી વાંસની વળીઓનું વિતરણ કરાયું હતું. વાંસના ઝૂંડમાંથી વાંકા ચૂકા અને સડી ગયેલી વાંસ દૂર કરી 4 વર્ષ કરતાં વધારે જૂના અને પરિપક્વ થયેલ હોય તેવી 68000 જેટલી વાંસની વળીઓ યોગ્ય પદ્ધતિથી કાપીને ધોલવાણી રેન્જ કચેરી ખાતેના સેન્ટ્રલ ડેપોમાં લાવી એકત્રિત કરાઇ હતી.
કાર્યક્રમમાં વાંસ લેવા આવનાર દરેક લાભાર્થીનો આધાર કાર્ડ નંબર અને નામ નોંધી વિનામૂલ્યે વાંસ અપાયા હતા. કાર્યક્રમ દરમ્યાન ધોલવાણી રેન્જના આરએફઓ જયેન્દ્રસિંહ આર. વાઘેલા અને તમામ સ્ટાફ વાંસ મેળવવા આવેલા લાભાર્થીઓને અને તમામ લોકોને જંગલ વિસ્તારનું બિન અધિકૃત દબાણ અને આગથી થતું નુકસાન અટકાવવાની કામગીરીમાં સહયોગી બનવા વિનંતી કરી હતી. વાંસની આ વળીઓનો ઉપયોગ લાભાર્થીઓ દ્વારા પોતાના ખેતરની વાડ તથા મકાન બનાવવામાં ઉપયોગમાં લેવાતો હોઈ લાભાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.