જમીન ખુલ્લી કરાવી:ધોલવાણી રેન્જના ગોલવાડા જંગલમાં 10 હેકટર જંગલ જમીન ખુલ્લી કરાઈ

વિજયનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેટલાક શખ્સોએ વન અધિકાર અધિનિયમ 2006 હેઠળ લાભ મેળવવા દબાણ કર્યું હતું

વિજયનગર તાલુકાની ધોલવાણી રેન્જના ગોલવાડા ગામે અનામત જંગલ જમીનમાં કેટલાક શખ્સોએ વન અધિકાર અધિનિયમ 2006 હેઠળ લાભ મેળવવા બિન અધિકૃત રીતે દબાણ કરેલ હતું. જેને વન વિભાગ દ્વારા 10 હેકટર જંગલ જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.

ધોલવાણી રેન્જ નાં ફોરેસ્ટ ઓફિસર જયેન્દ્ર સિંહ વાઘેલા નાં જણાવ્યા અનુસાર ધોલવાણી રેન્જના ગોલવાડા ગામે અનામત જંગલ જમીનમાં કેટલાક ઈસમોએ વન અધિકાર અધિનિયમ 2006 હેઠળ લાભ મેળવવા બિન અધિકૃત રીતે દબાણ કરેલ હતું.જેમાં વન વિભાગ દ્વારા આ દબાણો અંગે ગૂગલ સેટેલાઇટ ફોટોગ્રાફ ની મદદથી દબાણ કેટલા વર્ષો પહેલાંનું છે તે અંગેની ચકાસણી કરતા આ દબાણો વર્ષ 2012-13 ના સમયગાળામાં કરવામાં આવેલાનું જણાઈ આવ્યું હતું.

ગોલવાડા ગામના જંગલ સર્વે નંબર- 8 ની અનામત જંગલ જમીનમાં ગેરકાયદેસર રીતે અને જે તે સમયે જંગલ વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિ આચરીને દબાણ કરેલા નું જણાઈ આવતા સાબરકાંઠા જિલ્લાના વન અધિકારી હર્ષ જે ઠક્કર અને મદદનીશ વન સંરક્ષક વી આર ચૌહાણની સૂચના અને માર્ગદર્શન મુજબ ધોલવાણી રેન્જ ના સ્ટાફે તારીખ 10/01/2023 ના રોજ ગોલવાડા જંગલ સર્વે નંબર 8 વાળી અનામત જંગલ જમીનમાંથી બિન અધિકૃત દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી 10 હેકટર જમીન ખુલ્લી કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...