તાળાબંધીની ચીમકી:વડાલીના થેરાસણા PHCના તબીબની બદલી અટકાવવા ગ્રામજનોનો હોબાળો

વડાલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બદલી રોકવાની માંગ સાથે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. - Divya Bhaskar
બદલી રોકવાની માંગ સાથે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.
  • ડોક્ટર સાહેબ પ્રત્યે ગ્રામજનોનો પ્રેમ; તબીબની બદલી ખેરોજ કરાઇ
  • બદલી રદ નહીં થાય તો આંદોલન અને પીએચસીને તાળાબંધીની ચીમકી

વડાલીના થેરાસણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરની બદલી કરાતાં ગુરૂવારે સવારે ગ્રામજનો મોટી સંખ્યામાં પીએચસી પર ઉમટી પડ્યા હતા અને ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. બદલીનો હુકમ રદ નહીં કરાય તો પીએચસીને તાળાબંધી કરી આંદોલન કરવાની ગ્રામજનોએ ચીમકી પણ ઉચ્ચારી હતી.

જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પાંચ મેડિકલ ઓફિસરોની બદલીઓ કરતાં થેરાસણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ર્ડા. પી.એચ. કટારાની ખેડબ્રહ્મા ખેરોજમાં બદલી કરાઇ હતી. તબીબની બદલી થયાની જાણ થતાં થેરાસણા, વડગામડા, થુરાવાસ અને કેશરગઢના ગ્રામજનો મોટી સંખ્યામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઉમટી પડ્યા હતા અને બદલી રોકવાની માંગ સાથે ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ગામના એક અગ્રણીએ જણાવ્યુ કે ર્ડા. કટારા દસેક મહિનાથી ફરજ બજાવી રહ્યા છે તેમની ફરજ નિષ્ઠા અને ગ્રામજનો સાથેના સારા વ્યવહારથી આત્મીયતા કેળવાઇ છે અને થેરાસણા ગામ સહિત આજુબાજુના ગામના લોકોમાં પણ ભારે લોક ચાહના મેળવી છે. સારી સેવા આપી રહેલ તબીબને દસ જ મહિનામાં અન્યત્ર બદલી કરવાની જરૂર કેમ પડી તે સમજાતુ નથી અમે લોકો અમારી રજૂઆત ડીડીઓ ધ્યાને લે એટલા માટે અમે લોકો અહી ભેગા થયા છીએ ડોક્ટરની બદલીનો ઓર્ડર રદ નહી થાય તો પીએચસીને તાળાબંધી કરી આંદોલન શરૂ કરીશુ. મોટી સંખ્યામાં એકત્ર થયેલ મહિલાઓ પૈકી અનિતાબેન પટેલે જણાવ્યું કે ડોક્ટર નિયમિત આવે છે અને સારવાર પણ સારી કરે છે તેમના આવ્યા પછી આરોગ્ય સેવાઓ માટે કોઇ સમસ્યા રહી નથી.

અન્ય સમાચારો પણ છે...