વડાલી-ખેડબ્રહ્મા હાઈવે પર સમ્રાટ હોટલ સામે કાર ચાલકે ટ્રેકટરની ઓવર ટેક કરવા દરમ્યાન કાર અને ટ્રેકટર વચ્ચે અકસ્માત થતાં 7 લોકો ઘાયલ થયા હતા જેમાં 4 વ્યક્તિઓને ખેડબ્રહ્મા અને 3 વ્યક્તિઓને વડાલી સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
ખેડબ્રહ્માથી વડાલી તરફ જઇ રહેલ સી.એચ.01.સીડી.3008ના કાર ચાલકે ટ્રેક્ટરની ઓવરટેક કરવા જતાં શ્યામનગર નજીક હોટલ સમ્રાટ સામે હાઈવે પર ટ્રેક્ટરના પાછળના ભાગે જોરદાર ટક્કર મારતાં ટ્રેક્ટર પલ્ટી જતાં ટ્રેક્ટરમાં સવાર લોકો રોડ પર પટકાયા હતા અને કારમાં સવાર લોકોને પણ ઈજાઓ પહોંચી હતી. અકસ્માતમાં ટ્રેકટર અને કારના ફૂરચેફૂરચા બોલી ઉઠ્તા અને જોરદાર ધડાકાભેર અકસ્માત સર્જાતાં સમગ્ર વાતાવરણ લોકોની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યું હતું.
અકસ્માતમાં ઘાયલ લોકોને 108 મારફતે સારવાર અર્થે 7 લોકોને વડાલી તેમજ ખેડબ્રહ્મા સિવિલમાં 4 વ્યક્તિઓને ખસેડાયા હતા અને વડાલી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 3 ઇજાગ્રસ્તોને તબીબ દ્વારા યોગ્ય સારવાર ન મળતાં ઇજાગ્રસ્તોના પરિવારજનો રોષે ભરાયા હતા અને ઈડરની ખાનગી હોસ્પિટલમાં ભરતી કરવા મજબૂર થયા હતા.
ઇજાગ્રસ્તો
1. પ્રકાશનાથ ઠાકોરનાથ મદારી
2. જયનાથ ગોરખનાથ મદારી
3. રાજનાથ ભગવાનનાથ મદારી
4. જેકીનાથ ગોરખનાથ મદારી
5. વિક્રાન્ત હજારીનાથ ચૌહાણ
6. જીગર દેવનાથ મદારી
7. ચંદુભાઈ કેશાભાઈ ડાભી c
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.