રજૂઆત:વડાલી તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ સાથે SBI ઇ. મેનેજરનું ઉદ્ધત વર્તન

વડાલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેશિયર ધીમું કામ કરતો હોઇ નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ રજૂઆત કરવા ગયા હતા
  • ફરિયાદ નહીં કરવાની અને જો ફરિયાદ કરવી હોય તો ગાંધીનગરનું એડ્રેસ આપું અને પૈસા ના હોય તો પૈસા આપું: ઇન્ચાર્જ એસબીઆઇ મેનેજર

વડાલી એસબીઆઈમાં કામકાજ અર્થે વડાલી તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખે ત્રણ ધક્કા ખાતાં બેંકમાં અગવડતા પડતા બેંકના ઇન્ચાર્જ મેનેજરને ફરિયાદ કરતાં મેનજર દ્વારા યોગ્ય જવાબ ન આપી ઉદ્ધતભર્યું વર્તન કરતાં ભારતીય સ્ટેટ બેન્ક ગ્રાહક સુવિધા કક્ષમાં લેખિત અરજી કરી રજૂઆત કરતાં બેંકકર્મીઓમાં સોંપો પડી ગયો હતો.

વડાલી તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ પરમાર ગોવિંદભાઈ હીરાભાઈના જણાવ્યા અનુસાર તેઓ બેંકમાં પૈસા ઉપાડવા ગયા હતા. તે દરમિયાન બેંકમાં ભીડ વધુ હોવાના કારણે ઘરે પરત આવી ગયા હતા. બપોરે ફરી બેંકમાં આવ્યા હતા ત્યારે પણ ભીડ વધુ અને કેશિયર ધીમી ગતિએ કામ કરતો હોવાની બેંકના ઇન્ચાર્જ મેનેજર નરેશ ચાવડાને રજૂઆત કરી હતી કે કેશિયર કામમાં પહોંચી નથી શકતા અને મારો આ ત્રીજો ધક્કો બેંકમાં છેે.

ત્યારે બેંકના ઇન્ચાર્જ મેનેજર ઉદ્ધતાઈથી કહેવા લાગ્યાકે ફરિયાદ નહીં કરવાની ફરિયાદ કરવી હોય તો ગાંધીનગરનું એડ્રેસ આપું અને પૈસા ના હોય તો પૈસા આપું ત્યારે વડાલી તાલુકાના નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખે ભારતીય સ્ટેટ બેંક ગ્રાહક સુવિધા કક્ષમાં લેખિત અરજી કરી રજૂઆત કરી હતી.

કામના ભારણને પગલે આવો જવાબ આપ્યો હશે
ઇન્ચાર્જ બેંક મેનેજર નરેશ ચાવડાએ જણાવ્યું કે કામના ભારણને પગલે આવો જવાબ આપી દીધો હશે હું છેલ્લા ચાર મહિનાથી મેનેજરના હોવાના કારણે એક સાથે ત્રણ કામ સંભાળી રહ્યો છું હું 350 કિમી દૂરથી આવ્યો છું. મારા નામ સાથે લખજો વધુમાં વધુ શું કરશે? મારી બદલી કરશે ગુજરાતની બહાર તો મોકલવાના નથી રાજસ્થાન બોર્ડર તો પહોંચવા આવ્યો છું.

અન્ય સમાચારો પણ છે...