રોષ:વડાલીમાં પીવાનું પાણી દૂષિત આવતાં રહીશોનું નગરપાલિકામાં હલ્લાબોલ

વડાલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધરોઇ ડેમમાં વરસાદી પાણીની આવક થતાં દૂષિત પાણી આવે છે: પાલિકા

વડાલીમાં પીવા તેમજ ઘર વપરાશ માટે વિતરણ કરાતું પાણી છેલ્લા 10 દિવસથી દૂષિત આવતા રહીશોએ પાલિકામાં અનેક રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઇ પગલાં ન લેવાતા ચીફ ઓફિસરની ચેમ્બર્સ પહોંચી હલ્લાબોલ કરી રોષ વ્યક્ત કર્યો હતો. દૂષિત પાણી આવતા રોગચાળો ફેલાવવાની દેહશત વર્તાઈ રહી છે.

પાલિકા ઉપપ્રમુખ જીતુભાઈ પટેલ જણાવ્યું કે ધરોઈ ડેમમાં વરસાદના નવા પાણીની આવક થતાં પાણી ડહોળું આવતાં દૂષિત આવે છે. ચીફ ઓફિસર મામલતદાર વોટર પ્લાન્ટ પર મુલાકાત કરી હતી. પરંતુ પ્લાન્ટ છે તે નાનો પડે છે તેના માટે પ્લાન્ટની ક્ષમતા વધારવાના પ્રયત્નો ચાલુ છે. બે ત્રણ દિવસની અંદર લોકોને ચોખ્ખું પાણી મળશે.

ત્યાર સુધી પાલિકા પાસે ટેન્કર હોવાના કારણે અમુક વિસ્તારોમાં પીવાના પાણીની વ્યવસ્થા કરાશે. પાણી પુરવઠાના કે.ડી. પરમારે જણાવ્યું કે ઝડપથી લોકોને ચોખ્ખું પાણી મળી રહે તેવા પ્રયત્ન પાલિકા દ્વારા કરાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...