સમસ્યા:વડાલીના બજરંગપુરા વિસ્તારમાં ખુલ્લી ગટરોથી રોગચાળો ફેલાવાનો લોકોમાં ભય

વડાલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાની ઘોર બેદરકારીથી ખુલ્લી ગટરોમાં રાહદારીઓ પડી જવાનો ડર

વડાલીના બજરંગપુરા વિસ્તારમાં પાલિકાની ઘોર બેદરકારી દાખવી ખુલ્લી ગટરો રાખતાં ગંદકી ખદબદતા અસહ્ય દુર્ગંધ તેમજ મચ્છરજન્ય રોગચાળાની અને રાહદારીઓ ખુલ્લી ગટરમાં પટકાવાની દહેશત વચ્ચે હાલાકી ભોગવવા લોકો મજબૂર બન્યા છે.વડાલીમાં ભાજપ શાસિત પાલિકામાં અંધેર વહીવટનો નમૂનો બહાર આવ્યો છે.

બજરંગપુરા વિસ્તારમાં પાલિકાના કોમ્યુનિટી હોલ પાસે ખુલ્લી ગટરોમાં સફાઈના અભાવે ગટરોમાં પાણી અને કચરો ભરાતાં મચ્છરજન્ય રોગોમાં લોકો સપડાયા છે. ગંદકીના કારણે અસહ્ય મચ્છરો અને દુર્ગંધના કારણે બજરંગપુરા વિસ્તારમાં રહેતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. અવારનવાર ખુલ્લી ગટરોમાં રાહદારીઓ પટકાવાના બનાવો બન્યા છે. ત્યારે ખુલ્લી ગટરો ઢાંકવા લોક માંગ ઉઠી છે પરંતુ નગરપાલિકાના સત્તાધીશો સહિત સેનેટરી ઇન્સ્પેક્ટર કુંભકર્ણની જેમ ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યા છે. ત્યારે વિજીલન્સ દ્વારા વહીવટદાર મૂકી વડાલી પાલિકાનો વહીવટ થાય તેવી લોક મુખે ચર્ચાએ જોર પકડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...