વડાલીના થેરાસણામાં વારસાઇમાં મળેલ જમીન પર ગેરકાયદેસર કબ્જો કરી જમીન પચાવી પાડી ખેતી કરી રહ્યા હોઇ અને મૂળ માલિકને જમીન પરત કરતા ન હોઇ સા.કાં. કલેક્ટર સમક્ષ થયેલ રજૂઅાત બાદ તપાસને અંતે નિર્ણય લેવાતા વડાલી પોલીસ સ્ટેશનમાં ત્રણ જણા વિરુદ્વ લેન્ડ ગ્રેબીંગ અેક્ટ અંતર્ગત ગુનો દાખલ થયો હતો.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જયચંદભાઈ શંકરભાઈ પટેલે વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે થેરાસણા ગામની સીમમાં સર્વે નંબર 15 વાળી 00-20-27 હે.આરે. ચો.મી. વાળી જમીન મુળથી પટેલ નાથાભાઇ બેચરભાઇ અને પટેલ શંકરભાઇ બેચરભાઇના નામે ચાલતી હતી ત્યારબાદ નોંધ નં. 888 થી પટેલ નાથાભાઇ બેચરભાઇ તથા શંકરભાઇ બેચરભાઇનું અવસાન થતા જયચંદભાઇ શંકરભાઇ પટેલ, ભગાભાઇ શંકરભાઇ પટેલ તથા રુખીબેન શંકરભાઇ પટેલ તેમના વારસદાર થયા હતા અને ત્યારબાદ કૌટુંબીક વહેંચણીની નોંધ નં.1019 થી કુલ જમીન પૈકી નાથાભાઇ બેચરભાઇ પટેલે તેમના અડધા ભાગની જમીનમાં તેમના પુત્ર પશાભાઇ નાથાભાઇ પટેલને વારસદાર બનાવ્યા હતા.
અને ત્યારબાદ વેચાણની નોંધ નં.1270 થી પટેલ પશાભાઇ નાથાભાઇઅે તેમના ભાગની 00-10-12 હે.અારે.ચો.મી. જમીન પટેલ કાંતીભાઇ ધુળાભાઇ ને રજી.દસ્તાવેજ ન.545-3 તા.17/03/2003 ના અાધારે વેચાણે અાપી હતી અને ત્યારબાદ વારસાઇની નોંધ નં.1936 થી પટેલ કાંતીભાઇ ધુળાભાઇનું અવસાન થતા વિમલભાઇ કાંતીભાઇ પટેલ, ભગવતીબેન કાંતીભાઇ પટેલ અને અાનંદીબેન કાંતીભાઇ પટેલ (તમામ રહે. થેરાસણા, વડાલી) ને વારસદારમાં દાખલ કરાયા હતા અને સર્વે નં.15 (જૂનો સર્વે નં. 14) વાળી 00-20-27 હે.અારે.ચો.મી. વાળી તમામ જમીન પર ભગવતીબેન કાંતીભાઇ પટેલ તથા અાનંદીબેન કાંતીભાઇ પટેલ તેમજ વિમલભાઇ કાંતીભાઇ પટેલે ગેરકાયદેસર રીતે કબ્જો કરી જમીન પચાવી પાડી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.