તપાસ:વડાલી APMCમાં ચોરીનો પ્રયાસ કરનાર CCTVમાં કેદ

વડાલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક

વડાલીમાં એપીએમસીમાં એક શખ્સ ઘઉંના કટ્ટા ચોરી કરવાનો પ્રયાસ કરતો સીસીટીવી ફૂટેઝમાં કેદ થયો હતો. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા વડાલી પોલીસને યોગ્ય કાર્યવાહી કરવા લેખિતમાં રજૂઆત કરાઈ હતી.

વડાલી ખેતીવાડી ઉત્પન્ન બજારમાં 15 દિવસમાં બે વાર ચોરીના બનાવ સામે આવતા ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ દ્વારા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવતા કમ્પાઉન્ડમાં તા. 05/06/22ના રોજ બપોરે વડાલીનો રિક્ષા નંબર જી.જે-9-4814નો ચાલક આતીભાઈ જહુભાઈ પઠાણ (રહે. વડાલી ધરોઈ રોડ કેજીએન તવા ફ્રાય પાછળના એરિયામાં) ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાંથી ઘઉંના 9 કટ્ટા ચોરીનો કરવાનો પ્રયાસ કરતો સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસને લેખિત અરજી કરી આપી હતી અને ગુનો નોંધી આગળ હાથ તપાસ કરવા માગ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...