કાનૂન બનાવવા માંગ:"કાલી" ફિલ્મના પોસ્ટરના વિરોધમાં 5 ગામ સગર સમાજનું આવેદનપત્ર

વડાલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાંચ ગામ સમસ્ત સગર સમાજ દ્વારા આવેદન અપાયું હતું - Divya Bhaskar
પાંચ ગામ સમસ્ત સગર સમાજ દ્વારા આવેદન અપાયું હતું
  • નિર્દેશક ઉપર કાર્યવાહી કરવા અને દેવનિંદાનો કાનૂન બનાવવા માંગ

વડાલી શહેરના પાંચ ગામ સમસ્ત સગર સમાજ દ્વારા કાલી ફિલ્મના પોસ્ટરના વિરોધમાં શહેરના મહાકાળી મંદિરથી મામલતદાર કચેરી સુધી રેલી સ્વરૂપે નીકળી ફિલ્મના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી નાયબ મામલતદારને આવેદન આપી રજૂઆત કરાઇ હતી.

સમગ્ર દેશમાં કાલી ફિલ્મના પોસ્ટરનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે મંગળવારના રોજ વડાલી તાલુકામાં પાંચ ગામ સમસ્ત સગર સમાજ દ્વારા શહેરના મહાકાળી મંદિર થી હાઈવે થઈ રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને ભારે સૂત્રોચ્ચાર સાથે નાયબ મામલતદારને આવેદન આપી કાલી ફિલ્મના નિર્દેશક ઉપર કાર્યવાહી કરવા અને સરકાર દ્વારા લોકહિતમાં દેવનિંદાનો કાનૂન બનાવવાની માંગ કરાઇ હતી. પાંચ ગામ સમસ્ત સગર સમાજના યુવાનો-ભાઈ તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો, સગર સમાજના પ્રમુખ, મંદિર કમિટીના પ્રમુખ સહિત હાજર હતા.

અન્ય સમાચારો પણ છે...