પરિવારમાં માતમ:વડાલી ધરોઈ ત્રણ રસ્તા પાસે બસની ટક્કરે એક્ટિવા ચાલક વૃદ્ધનું મોત

વડાલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડાલીના ઉમિયાનગર કંપાના વૃદ્ધ પેટ્રોલ પૂરાવી રોડ ક્રોસ કરતા હતા
  • ​​​​​​​15 દિવસ બાદ પાૈત્રીના લગ્ન હતા દાદાના મોતથી પરિવારમાં માતમ

વડાલી ધરોઈ ત્રણ રસ્તા પાસે બસ ચાલકે એક્ટિવાને ટક્કર મારતાં વૃદ્ધ એક્ટિવા ચાલકને સારવાર અર્થે વડાલી સિવિલમાં ખસેડાતાં જ્યાં તેમનું મોત થતાં ચકચાર મચી હતી. 15 દિવસ બાદ પાૈત્રીના લગ્ન હોઇ અને અકસ્માત દાદાનું મોત થતાં પરિવારમાં માતમ છવાયો હતો.

વડાલીના ઉમિયાનગર કંપાના પટેલ કાન્તિભાઈ ધુળાભાઈ (68) તેમની એક્ટિવા જીજે .9. એએલ.7222 ની લઈ ધરોઈ ત્રણ રસ્તે પેટ્રોલ પૂરાવી રોડ ક્રોસ કરી તેમના ઘર તરફ જતા હતા. તે દરમિયાન ઇડર તરફથી આવી રહેલી જીજે.18.ઝેડ 5670 આણંદ અંબાજી બસ ચાલકે કાંતિભાઈને અડફેટે લીધા હતા. બસની ઝડપ વધુ હોવાથી 300 મીટર સુધી ચાલકને ઢસડતાં શરીર અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે વડાલી સિવિલમાં ખસેડાયા હતા. પરંતુ કાન્તિભાઈની હાલત વધુ ગંભીર હોવાના કારણે વધુ સારવાર માટે ઈડર ખસેડાયા હતા. તે દરમિયાન રસ્તામાં જ કાન્તિભાઈનું મોત થયું હતું. ઘટનાથી ગામમાં ચકચાર મચી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...