ફરિયાદ:વડાલીના ભાજપ શહેર મહામંત્રી સામે કોપીરાઇટની ફરિયાદ નોંધાઈ

વડાલી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંપનીની પૂર્વ મંજૂરી વગર કેબલ પર પ્રસારણ કરતાં ગુનો

વડાલીના ભાજપ શહેર મહામંત્રીએ આર્થિક ફાયદા માટે જી કંપનીની ચેનલ પ્રસારણ કરવા માટે એન.એક્સ. ડીજીટલના સેટબોક્ષનો ઉપયોગ કરી ઝી કંપનીની ચેનલો નેટવર્કમાં ચલાવવા કોઈ મંજૂરી લીધા વગર ગેરકાયદેસર રીતે નેક્સ્ટ ડિજિટલ એમ.એમ.એસ હોવા છતાં રેટ ટીવીના માધ્યમથી આર્થિક ફાયદા માટે જી કંપનીની તમામ ચેનલો રેડ ટીવીના લોગો સાથે બિનઅધિકૃત રીતે પ્રસારણ કરતા કોપીરાઈટ અધિનિયમ એક્ટની ફરિયાદ કરાઈ છે.

વડાલી મેઈન બજાર શુભમ કેબલના માલિક જેસ્વાલ કીર્તિભાઈ છગનભાઈ દ્વારા ઝી કંપની ચેનલ પ્રસારણ કરવા માટે એન.એક્સ.ટિ ડીજીટલ (એમ.એસ.ઓ.)ના સેટબોક્ષનો ઉપયોગ કરી ઝી કંપનીની ચેનલો નેટવર્કમાં ચલાવવા કોઈ મંજૂરી લીધા વગર ગેરકાયદેસર રીતે નેક્સ્ટ ડિજિટલ એમ.એમ.એસ હોવા છતાં રેડી ટીવીના માધ્યમથી આર્થિક ફાયદા માટે ઝી કંપની ચેનલોનું નેટવર્ક પ્રસારણ કરી ઝી કંપનીના તમામ ચેનલો રેટ ટીવીના લોગો સાથે બિનઅધિકૃત પ્રસારણ કરતા ઝી કંપનીનું હીત ન જાળવી ગેરકાયદેસર રીતે જી કંપનીને નુકસાન પહોંચાડતા ઝી એન્ટરટેનમેન્ટ એન્ટર પ્રા.ઇ.ઝીજલી એ શુભમ કેબલના માલિક વિરુદ્ધ કોપીરાઇટ એક્ટ વિરુદ્ધ વડાલી પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...