તસ્કરી:વડાલીના ડોભાડા ચારરસ્તે મોલ અને દુકાનમાંથી 96 હજારની મત્તાની ચોરી

વડાલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ચોરોએ શટર તોડી બંને સ્થળે ચોરી કરી - Divya Bhaskar
ચોરોએ શટર તોડી બંને સ્થળે ચોરી કરી
  • દુકાન અને મોલનું પાછળનું શટર તોડી ચોરીને અંજામ આપ્યો

વડાલીના ડોભાડા ચોકડી પાસે લક્ષ્મણપુરા કંપા ગ્રુપ સેવા સહકારી મંડળી દ્વારા ચાલતા કિસાન મોલ અને મોલની બાજુમાં પાવન ટ્રેડિંગ પશુઆહાર દુકાનમાંથી ચોરોએ માલ સામાન સહિત રૂ.96 હજારની મત્તાની ચોરી કરી જતાં વડાલી પોલીસે ગુનો નોંધ્યો હતો.

ડોભાડા ચોકડી પાસે સહકાર કોમ્પ્લેક્ષમાં લક્ષ્મણપુરા કંપા ગ્રુપ સેવા સહકારી મંડળી દ્વારા ચાલતા કિસાન મોલ અને બાજુની દુકાન પાવન ટ્રેડિંગ માં તા. 21-06-22ના રાત્રિ દરમિયાન ચોરોએ દુકાન અને મોલનું પાછળનું શટર તોડી મોલમાંથી કરિયાણાનો સામાન રૂ.54,297 અને કાઉન્ટરમાં મૂકેલા રૂ. 700 રોકડા તથા મોલમાં બગડેલા સીસીટીવીનું પીવીઆર રૂ.10 હજાર તથા 32 ઈંચની એલઈડી રૂ.3000 મળી કુલ રૂ.67,997 ની ચોરી કરી હતી. તેમજ પટેલ પરેશભાઈ જયંતીભાઈની દુકાન પાવન ટ્રેડિંગમાંથી રૂ.28,400 રોકડ લઈ ચોરો પલાયન થઈ ગયા હતા.

બીજા દિવસે સવારે 6:30 વાગે રોહિતભાઈ અમરતભાઈ ઠાકરડા વાસણ થી પરત આવતા હતા તે દરમિયાન મોલના પાછળનું શટર ખુલ્લુ જોતાં તેમનો મિત્ર ઠાકરડા વિષ્ણુભાઈ કાંતિભાઈ જે મોલના એકાઉન્ટર ક્લાર્ક તરીકે કામ કરે છે તેના ઘરે જાણ કરતા વિષ્ણુભાઇએ લક્ષ્મણપુરા કંપા ગ્રુપ સેવા સહકારી મંડળીના ચેરમેન અરવિંદભાઈ વિશ્રામભાઇ પટેલ વાત કરી હતી અને બાજુમાં પાવન ટ્રેડિંગ ના માલિક પટેલ પરેશભાઈ ને પણ ફોન કરી જાણ કરાઇ હતી. મંડળીના સેક્રેટરી વડાલી પોલીસને ચોરી થયાની જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...