સાબરકાંઠા પોલીસ દ્વારા ચાઈનિઝ ફિરકીઓ અને રીલના વેચાણ વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે. મંગળવારે પ્રથમવાર ચાઈનિઝ ફિરકીઓની સાથે ચાઈનિઝ તુક્કલો ઝડપી પાડવાની ઘટના બહાર આવી હતી. ત્રણ પોલીસ સ્ટેશનમાં ચાઈનિઝ ફિરકી અને પકડવાની 5 ફરિયાદો નોંધાઇ છે.
હિંમતનગર બી ડિવિઝન પીએસઆઇ એવીજોશીએ એન જી સર્કલ પાસે તિરુપતિ તરફ જવાના રસ્તા ઉપર ચાઈનિઝ દોરીની ફિરકીઓ વેચવા ફરી રહેલ બ્રહ્માણી નગરમાં રહેતા કરણકુમાર સવધાનજી પ્રજાપતિ પાસેથી 4 ચાઈનિઝ ફિરકીઓ મળી હતી. તલોદ પીએસઆઇ વાય એન પટેલે પનાપુરના રાકેશભાઈ જીવાભાઈ પટેલની મહાકાલી કિરાણા સ્ટોર નામની દુકાનમાં ચાઇના બનાવટના દોરી રીલનું વેચાણ થઇ રહ્યું હોવાની માહિતી મળતાં મોનોસ્કાય કંપનીનું 1 રીલ પકડી ગુનો નોંધ્યો હતો. ઇડર પીએસઆઇ બી એમ પટેલે રામદ્વારા વિસ્તારમાં રહેતા મનોજભાઈ રમેશભાઈ ભોઈ તેમના ઘેર ચાઈનિઝ દોરીની ફિરકીઓ રાખી છૂટક વેચાણ કરી રહ્યાની માહિતી મળતાં તપાસ હાથ ધરતાં 5 ફિરકીઓ મળતાં મનોજભાઈ રમેશભાઈ ભોઇ વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો.
ઈડર પીઆઈ પીએમ ચૌધરીએ બડોલીના હર્ષદભાઈ ગિરધરભાઈ પટેલ ચાઈનીઝ તુક્કલોનું વેચાણ કરવા લાવ્યા હોવાની માહિતી મળતાં તેમના ઘેર તપાસ કરતાં મકાનમાંથી સ્કાય લેન્ટર્ન પ્લાસ્ટિકના કવરવાળા 11 ચાઈનિઝ તુક્કલો મળી હતી. વડાલી પોલીસે વિજયનગર ત્રણ રસ્તા તરફથી આવી રહેલી પેસેન્જર ભરી આવી રહેલી ઈકોમાં તપાસ કરતાં કડીયાદરાનો સાહીલ વિરેન્દ્ર કાપડિયા નામનો શખસ પ્લાસ્ટિકની થેલીમાં 20 ચાઈનિઝ ફિરકી સાથે ઝડપાયો હતો વડાલી પોલીસી 4000નો મુદ્દામાલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.