વડાલીના રામપુર વાસણામાં ખેતરમાં કામ કરતા ત્રણ વ્યક્તિ પર જંગલી ભૂંડે હુમલો કરતાં તમામને ગંભીર જાઓ પહોંચતાં સારવાર અર્થે સિવિલમાં ખસેડાયા હતા. રામપુર વાસણાની સીમમાં મંગળવારે સાંજે 5:00 વાગે ત્રણ ખેતરમાં કામ કરતાં ત્રણ વ્યક્તિ ઉપર જંગલી ભૂંડે હુમલો કરતાં ધુલીબેન બાબુજી ઠાકોરને પગના ભાગે ઇજા પહોંચાડી હતી.
કદરજી માધાજી ઠાકોરને પેટના ભાગ ઈજાઓ પહોંચાડી હતી અને શૈલેષ કચરાજી ઠાકોરને આંખ ઉપર ઈજાઓ પહોંચી હતી. જેની જાણ ગ્રામજનોને થતાં લોકો ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા અને ત્રણેય વ્યક્તિને 108 મારફતે સિવિલે ખસેડાયા હતા. અને જેની જાણ વડાલી આરએફઓ તુષાર દેસાઈને થતાં તેમના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.