તસ્કરી:વડાલીમાં પોલીસ સ્ટેશન સામે કારમાંથી રૂ.1.30 લાખની ચોરી

વડાલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કારનું લોક ખુલ્લુ રહી જતાં ગઠિયો કળા કરી ગયો

વડાલી હાઈવે પર પોલીસ સ્ટેશનની સામે ગાયત્રી ટ્રેડિંગ પાસે પાર્ક કરેલી કારમાંથી લોક ખુલ્લુ રહી જતા રોકડા 1 લાખ અને 1 લેપટોપ લઈ ગઠિયો ફરાર થતાં વડાલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.વડાલીના સગર રમેશભાઈ વાલાભાઈ શનિવારે સવારના 12 વાગ્યે મોટા હનુમાનજી મંદિરે દર્શન કરી ગાડીમાં પરત ફરતાં રમેશભાઈ પર પાર્થ મોબાઈલ શોપના માલિક અશ્વિન પટેલનો ફોન આવ્યો કે તમારા પૈસા દુકાને થી લઈ જાવો ત્યારે રમેશભાઈ સગર અશ્વિનભાઈ પાસેથી રૂ.1 લાખ રોકડા લઈ તેમની ગાડીમાં રહેલ બેગમાં રોકડ મૂકી ત્યાંથી ઈડર જવા નીકળ્યા હતા.

તે દરમિયાન શારણેશ્વર મંદિર પાસે પુલિયા પાસે પહોંચતા ઈડર મકાનની સાઈડ પર કામ કરતા જયંતિભાઈ ઠાકોરનો રમેશભાઈ પર ફોન આવ્યો હતો કે સેન્ટિંગના વાયર લેતા આવજો ત્યારે રમેશભાઈ પોલીસ સ્ટેશનની સામે આવેલી ગાયત્રી ટ્રેડિંગમાંથી વાયર લઈ ઈડર જવા નીકળી ગયા હતા.

ત્યારે વટપલ્લી પહોંચતા ડ્રાયવર સીટની બાજુમાં પડેલી લેધર બેગ જોવા ન મળતા રમેશભાઈએ ગાયત્રી ટ્રેડિંગના માલિક જશુભાઈ નટવરભાઈ પટેલ ને ફોન કરી પૂછ્યું હતું કે મારી બેગ તમારી દુકાનમાં રહી ગઈ છે ત્યારે જશુભાઈએ જણાવ્યું કે મારી દુકાન ની અંદર કોઈ બેગ નથી ત્યારે બજારમાં આજુબાજુ ની દુકાનોમાં તપાસ કરતા બેગ ન મળતા રમેશભાઈ સગરે 1 લાખ રોકડા અને લેપટોપ ગુમ થયાની પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...