તસ્કરી:વડાલીમાં સિટી સેન્ટર કોમ્પલેક્ષમાં કાપડની દુકાનમાંથી1 લાખની ચોરી

વડાલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
વડાલીમાં રેપડી માતાના મંદિર પાસે કાપડની દુકાનમાં ચોરી} - Divya Bhaskar
વડાલીમાં રેપડી માતાના મંદિર પાસે કાપડની દુકાનમાં ચોરી}
  • તસ્કરોએ કોડીન નામની નસીલી સિરપનું સેવન કરી ચોરીને અંજામ આપ્યો

વડાલીમાં સિટી સેન્ટર કોમ્પ્લેક્સમાં ફેશન હબ નામની કાપડની દુકાનમાં તસ્કરો એક લાખ મત્તાની ચોરી કરી પલાયન થઈ જતાં વડાલી પોલીસે અરજી આધારે તપાસ હાથ ધરી હતી. વડાલીના જૂના ચામુના મુકેશકુમાર બાબુભાઈ દ્વારા જણાવાયું કે વડાલીમાં રેપડી માતા મંદિર પાસે આવેલા સિટી સેન્ટર કોમ્પ્લેક્સમાં છેલ્લા એક વર્ષથી દુકાન તેઓ ચલાવે છે અને તેમને એ જ માર્કેટની અંદર 15 દિવસ અગાઉ દુકાન બદલી હતી અને દુકાન ની અંદર ફર્નિચર ફીટ કરવાનું બાકી હોવાના કારણે બધો માલ દુકાનમાં બોક્સ પેકિંગ કરીને મૂક્યો હતો.

ત્યારે તસ્કરોએ તકનો લાભ લઈ ને રવિવાર રાત્રે ફેશન હબ નામની કાપડની દુકાનનું તાળું તોડી એક લાખથી વધુનો માલ દુકાનમાંથી લઈને ફરાર થઈ ગયા હતા અને વિશેષમાં તસ્કરોએ કોડીન નામની નસીલી સીરપનું સેવન કરી ચોરીને અંજામ આપ્યા હોવાનું જણાવ્યું હતું. જેની જાણ તેમને સોમવારે સવારે દુકાને તાળુ ખુલ્લું જોઈ દુકાનનંુ શટર ઊંચું કરતાં દુકાનની અંદર માલ જોવા ન મળતાં વડાલી પોલીસને જાણ કરી હતી. વડાલી પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરતાં દુકાનના ટેબલ ઉપરથી નશીલી દવા કોડીન સીરપની બે બોટલો કબ્જે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...