સાબરકાંઠામાં ટ્રેક્ટર તણાયું... LIVE દૃશ્યો:ટ્રેક્ટરમાં માટી ભરાતી હતી ને સામેથી નદીનો પ્રવાહ આવ્યો, લોકો ટ્રેક્ટરને ધક્કા મારી-મારી થાક્યા; અંતે જીવ બચાવી ભાગ્યા

તલોદ2 મહિનો પહેલા
  • સિંચાઈ વિભાગ દ્વારા તલોદનાં 10થી વધુ ગામોને સતર્ક કરાયાં હતાં
  • લાંબી શોધખોળ બાદ મોડી રાત્રે તણાયેલું ટ્રેકટર એક કિમી દૂરથી મળ્યું

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ધનિયોર ગામ નજીકથી પસાર થતી મેશ્વો નદીમાં ટ્રેકટર રેતી ભરવા ગયું અને અચાનક નદીમાં પાણી આવતાં ટ્રેકટર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. લાંબી શોધખોળ બાદ ટ્રેકટર મોડી રાત્રે એક કિમી દૂરથી બહાર કાઢ્યું આવ્યું હતું.

અચાનક નદીમાં પાણી આવતાં ટ્રેકટર ગરકાવ
મેશ્વો નદી પર તલોદ નજીક ગોરઠિયા અને જવાનપુરા બેરેજ આવેલા છે. ત્યારે ઉપરવાસમાં વધુ વરસાદ પડતાં નદીમાં પાણી આવ્યું હતું. તલોદ તાલુકાના ધનિયોર ગામ નજીક ટ્રેકટર નદીમાં રેતી ભરવા ગયું હતું. નદીમાં રેતી ભરાઈ રહી હતી અને અચાનક મેશ્વો નદીમાં પાણી આવતું દેખાતાં જ લોકોએ ટ્રેકટર બહાર કાઢવા માટે પ્રયત્ન શરૂ કર્યો હતો. માટીમાં ભરાઈ ગયેલું ટ્રેકટર ન નીકળતાં ચાલક સહિત રેતી ભરનારા બહાર નીકળી કિનારા પર આવી ગયા હતા અને એ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. ત્યાર બાદ લાંબી શોધખોળ બાદ મોડી રાત્રે તણાયેલું ટ્રેકટર ધનિયોરથી એક કિમી દૂરથી મળી આવ્યું હતું.

નદી કિનારે નહીં જવા સૂચન અપાઈ હતી
સિંચાઇ વિભાગ દ્વારા નદીમાં પાણી આવતાં તલોદનાં 10થી વધુ ગામોને સતર્ક કરાયાં હતાં અને નદી કિનારે નહીં જવા સૂચન પણ કરાયું હતું છતાં લોકો રેતી ભરવા ગયા હતા, ત્યારે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

અત્યારસુધીમાં મોસમનો 31.42 ટકા વરસાદ નોંધાયો
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી પડી રહેલા વરસાદને પગલે હવે એની ઘટ સરભર થઈ ગઈ છે, પરંતુ પ્રથમ રાઉન્ડમાં જ વરસાદી વીજળી એક યુવક અને 5 પશુને ભરખી જતાં અરેરાટી વ્યાપી ગઇ છે. મંગળવારની રાત્રિ દરમિયાન મોસમનો સરેરાશ 5 ટકા વરસાદ વરસી જતાં અત્યારસુધીમાં મોસમનો 31.42 ટકા વરસાદ નોંધાઈ ગયો છે અને ચાલુ સીઝનમાં પ્રથમવાર હરણાવ જળાશયમાં 1600 ક્યુસેક પાણીની આવક થઇ હતી.

તાલુકોવરસાદકુલટકાવારી
હિંમતનગર4836543.66
ઇડર4421922.6
વડાલી4129934.53
ખેડબ્રહ્મા11429835.77
પોશીના5727833.25
વિજયનગર1330236.21
પ્રાંતિજ2314918.28
તલોદ1921327.03
સરેરાશ44.88265.3831.42

​​​​​​

અન્ય સમાચારો પણ છે...