જાહેરાત:તલોદમાં વર્ષ-2006માં બંધ થઇ ગયેલ એસટી ડેપો પુન: શરૂ કરાશે

તલોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તલોદમાં ભાજપની ગૌરવ યાત્રામાં મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા જાહેરાત કરાઇ

તલોદમાં ભાજપની ગૌરવયાત્રાના સંદર્ભે યોજાયેલ સભામાં મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે તલોદમાં વર્ષ-2006 માં બંધ થઇ ગયેલ એસટી ડેપોને પુન: શરૂ કરવાની જાહેરાત કરતાં લોકોમાં આનંદ છવાયો હતો. ભાજપ સરકારની ગૌરવયાત્રા શુક્રવારે તલોદ માર્કેટયાર્ડમાં યોજાઇ હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર ની આગેવાની હેઠળ કરાયો હતો.

જેમાં મંત્રી દ્વારા જણાવ્યું કે તલોદમાં છેલ્લા ઘણા વર્ષોથી બંધ પડી ગયેલ એસટી બસ ડેપો પુનઃ શરૂ કરવા માટેની મંજૂરી સરકાર દ્વારા મળી ગઈ છે. જેથી ટૂંક જ સમયમાં તલોદ તાલુકાની પ્રજાને એસટી બસ ડેપોની સુવિધા ઉપલબ્ધ થઈ જશે. આ જાહેરાત કરતાં જ તલોદ પ્રજાજનોમાં આનંદની લાગણી છવાઈ છે. કાર્યક્રમમાં બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, ભરતભાઈ આર્ય, એપીએમસીના ચેરમેન સંજયભાઈ પટેલ, ભાજપ સંગઠનના પ્રમુખ કલ્પેશભાઈ પટેલ હાજર હતા.

ગજેન્દ્રસિંહે સરકારમાં રજૂઆત કરી હતી....
તલોદમાં એસટી બસ ડેપો વર્ષ-2006 થી બંધ થતા તલોદ તાલુકાના નાગરિકો અને વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલી પડી રહી હતી. રાજ્યકક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા સરકારમાં રજૂઆત અને ભલામણ કરી બસ ડેપો પુનઃ શરૂ કરવાની મંજૂરી માટે અરજી કરતાં સરકારે પુન: ડેપો શરૂ કરવા માટેની મંજૂરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...