તલોદ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા બુધવારે મામલતદારને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની યુનિવર્સિટી અલગ કરવા બાબતે આવેદન અપાયું હતું. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં અંદાજિત 150ની આસપાસ કોલેજો આવેલી છે. જેમના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નોકરી કરતા કર્મચારી અને કોલેજના વહીવટી કામગીરી ને લગતા કામકાજ માટે પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં જવું પડે છે.
આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવા વિદ્યાર્થીઓને પણ સ્વખર્ચે પાટણ યુનિવર્સિટીમાં ધક્કા ખાવા પડે છે. અને જો કામ પૂરું ન થાય તો ફરીથી જવાનું રહે છે. આ અંતર ઘણું લાંબુ પડી જતું હોય છે યુનિવર્સિટીનું સબ સેન્ટર વડાલી ખાતે ઊભું કરવામાં આવ્યું છે પણ ત્યાં દરેક પ્રકારની સેવા મળી શકતી નથી મોટાભાગની કામગીરી માટે પાટણ જવું પડે છે.
આથી વિદ્યાર્થીઓને વારંવાર ધક્કા ખાવાના પૈસા સમયનો વ્યય થતો હોવાથી આક્રોશ વ્યક્ત કર્યો હતો અને સરકાર દ્વારા બંને જિલ્લાની યુનિવર્સિટી અલગ બનાવી આપવામાં આવી તેવી માંગણીઓ સાથે મામલતદારને આવેદન અપાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.