આત્મહત્યા:તલોદના ભમરેચીના મુવાડામાં પ્રેમીપંખીડાએ ગળા ફાંસો ખાધો

તલોદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૃતક મહિલા પરિણીત અને કૂવા પર રહેતી હતી, યુવક ભમરેચીના મુવાડાનો

તલોદના ભમરેચીના મુવાડામાં પ્રેમી પંખીડાએ ઝાડ સાથે દોરડા વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા આ સમાચાર વાયુવેગે પ્રસરતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ભમરેચીના મુવાડામાં દિપસિંહ ભયજીસિંહના ખેતરમાં બાવળના ઝાડ સાથે પ્રેમી પંખીડાઓએ જીવન ટૂંકાવ્યું હતું.

પોલીસે લાશો નીચે ઉતારી ઓળખ હાથ ધરતાં યુવક રણજીત દિનુસિંહ રાઠોડ રહે. ભમરેચીના મુવાડા અને સેજલબેન રહે. હાલ મજરા મૂળ રહે. દાહોદની અને અજયભાઈ કાંતિભાઈ પટેલના બોર કૂવા ઉપર રહેતી હોવાનું ઓળખ થવા પામ્યું હતું. સ્થાનિક પોલીસે બંને મૃતકને તલોદમાં પીએમ અર્થે ખસેડ્યા હતા અને પ્રેમીપંખીડાએ આત્મહત્યા કરી હોવાના સંદર્ભે ગુનો નોંધ્યો હતો. મહિલા પરિણીત હોવાનું બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...