ઇમાનદારી:તલોદના રોઝડમાં વેપારીએ ગ્રાહકનું સોનાનું લોકેટ-ચાંદીની લકી પરત કરી

પુંસરી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
રોઝડના વેપારીએ ગ્રાહકનું સોનાનું લોકીટ-લકી પરત કરી - Divya Bhaskar
રોઝડના વેપારીએ ગ્રાહકનું સોનાનું લોકીટ-લકી પરત કરી
  • ઘઉં તોલતી વખતે બોરીમાંથી બંને વસ્તુઓ મળી આવી હતી
  • દુકાનના સીસીટીવી ચેક કરતાં બંને વસ્તુ પીપળીયાના શખ્સની હોવાનું બહાર આવ્યું

તલોદના રોઝડમાં કિરાણા સ્ટોરમાં કામ કરતો શખ્સ ઘઉં તોલી રહ્યો હતો. ત્યારે ઘઉંની બોરીમાંથી સોનાનો લોકેટ અને ચાંદીની લકી મળતાં દુકાન માલિકને જાણ કરતાં દુકાનમાં લગાવેલ સીસીટીવી ચેક કરતાં બંને વસ્તુ પીપળીયા ગામના શખ્સની હોવાનું બહાર આવતાં તેમણે શખ્સને દુકાને બોલાવી પરત કરતાં ઇમાનદારી બતાવી પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તલોદના રોઝડમાં શ્રીરામ કિરાણા સ્ટોરમાં નોકરી કરતા મકવાણા ચંપકસિંહ કેસરિસિંહ ગ્રાહકના ઘઉં તોલી રહ્યા હતા.

ત્યારે તેઓને ઘઉંની બોરીમાંથી સોનાનું લોકેટ 2 (બે તોલા) તથા ચાંદી ની લકી 250 ગ્રામ જેટલા વજનની મળતાં તેઓએ દુકાન માલિક પ્રજાપતિ રામાભાઇ મંગળભાઈને જાણ કરતાં દુકાન માલિકે પોતાના દુકાનની અંદર લગાવેલ cctv કેમેરાના ફૂટેજ ચેક કરતાં ઓળખ કરતાં આ લોકેટ અને લકી પીપળીયા ગામના વતની ઝાલા જીતેન્દ્રસિંહ અગરસિંહ હોવાનું જાણવા મળતાં દુકાન માલિક રામાભાઇએ જીતેન્દ્રસિંહને બોલાવી લોકેટ તથા ચાંદીની લકી પરત કરી હતી. દુકાન માલિક અને શખ્સે પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...