તપાસ:પ્રાંતિજના ભાગપુરની નદીમાં યુવાન ડૂબ્યો, શોધખોળ શરૂ

તાજપુરકૂઇ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાગપુર ગામનો યુવક પશુ ચરાવવા ગયો હતો
  • પ્રાંતિજ હિંમતનગર ફાયર બ્રિગેડ ટીમે શોધખોળ કરી

પ્રાંતિજના ભાગપુર પાસે સાબરમતી-હાથમતી નદીના સંગમ પાસે પશુ ચરાવવા ગયેલ યુવાન નદીમાં ડૂબતાં પ્રાંતિજ-હિંમતનગર ફાયર બ્રિગેડ ટીમે તાત્કાલિક દોડી જઇ શોધખોળ હાથ ધરી હતી. સાબરમતી અને હાથમતી નદીના સંગમ પાસે પશુ ચરાવવા ગયેલ ભાગપુરનો દિનેશસિંહ હઠ્ઠીસિંહ રાઠોડ (35) ના સંગપુરના પશુ પાણીમાં ડૂબતા દિનેશસિંહ રાઠોડ પશુને બચાવવા નદીમાં ગયો હતો. દરમિયાન પશુને બચાવી લીધા હતા અને નદીમાંથી બહાર નીકળી ગયા હતા.

પણ પાણી ઊંડુ હોવાથી યુવાન પાણીમાં ગરકાવ થયો હતો અને બૂમાબૂમ થતાં આજુબાજુના લોકો સહિત ગામજનો દોડી આવ્યા હતા અને પ્રાંતિજ-હિંમતનગર ફાયર બ્રિગેડ ટીમને જાણ કરાઇ હતી. પ્રાંતિજ મામલતદાર વી.આર.પટેલ તથા તાલુકા વિકાસ અધિકારી નિતીનભાઇ ચૌધરી વાઘપુર-ભાગપુર તલાટી , રણજીતસિંહ સહિત પ્રાંતિજ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર ટીમ તથા સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ હાથ ધરી હતી 6 કલાકની શોધખોળ બાદ સાંજના સાત વાગ્યા સુધી યુવાનની કોઇ ભાળ ના મળતાં પ્રાંતિજ હિંમતનગર ફાયર ટીમ અંધારુ થતા બહાર આવી હતી.

અન્ય સમાચારો પણ છે...