પાણીનો વેડફાટ:પ્રાંતિજ નવાપુરામાં પાણીની ટાંકીનો વાલ્વ લીક થઇ જતાં હજારો લિટર પાણીનો વેડફાટ

તાજપુરકૂઇ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વારંવાર રજૂઆત કર્યા બાદ પણ પ્રાંતિજ નગરપાલિકાના પેટનું પાણી પણ હલતું નથી
  • રોડ પર ફેલાતાં પાણીને લઈ કાદવકિચડમાંથી લોકો અવરજવર કરવા મજબૂર બન્યા

પ્રાંતિજના નવાપુરામાં પાણીની ટાંકી પાસે લીકેજને લઈ સવાર-સાંજ પાણી ગામમાં છોડાતાં હજારો લિટર પાણીનો વ્યય થઈ રહ્યો છે. પ્રાંતિજ પાલિકા વિસ્તારમાં આવતાં નવાપુરામાં છેલ્લા કેટલાક દિવસોથી પાણીની ટાંકી પાસે આવેલ વાલ્વ લીકેજ ને લઈ સવાર-સાંજ હજારો લિટર પાણીનો વ્યય થઈ રહ્યો છે.

પાણીનો રેલો છેક ગામની બહાર સુધી પહોંચે છે. પાણીના બગાડની સાથે રોડ ઉપર આવતા કાદવ કિચડ થાય છે અને રોજીંદુ અવરજવર કરતાં ગામલોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જે પાણીની ટાંકીમાં પાણી ભરાય છે તે ટાંકીના બિમમાં તિરાડો પડી છે. બિમના સળિયા પણ દેખાઇ રહ્યા છે. પ્રાંતિજ પાલિકામાં રજૂઆત બાદ પણ પાલિકાએ કોઇ જ કાર્યવાહી હાથ ના ધરતાં લોકોમાં પાલિકા સામે રોષ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...